કોર્ટે આગોતરા જામીન ફગાવતા મહત્વનું અવલોકન કરતા જણાવ્યું હતું કે, આરોપીઓ વિરૂદ્ધ ગંભીર પ્રકારના ગુના દાખલ થયેલા છે અને જો તેમને જામીન આપવામાં આવશે, તો પુરાવવા સાથે ચેડા થઈ શકે છે. જેને ધ્યાનમાં રાખીને જામીન ફગાવવામાં આવ્યા હતા. કોર્ટમાં આ મુદ્દે પોલીસ દ્વારા સોંગદનામું રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં આરોપીઓની ગેરહાજરીમાં સ્કુલ દ્વારા લેવામાં આવેલી બોગસ NOC તપાસ માટે મેળવી શકાશે નહીં.
પોલીસે સોંગદનામાં આક્ષેપ કર્યો છે કે, આ કેસના આરોપી અને સહ-આરોપીઓ દ્વારા ખોટી માહિતી આપી ગેરમાર્ગે દોરતા હોવાનો આક્ષેપ કર્યો હતો. DPS ઈસ્ટ શાળાએ ખોટી NOC મેળવી શાળા શરૂ કરી હતી. આરોપીઓ સદ્ધર છે અને સ્કૂલ સતાધિશો તરફથી પણ તપાસમાં સહયોગ ન મળતો હોવાથી તેમના આગોતરા જામીન મંજૂર કરવામાં ન આવે. સુત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે ત્રણ દિવસ સુધીમાં પોલીસ આરોપીઓની ધરપકડ કરી શકે છે.