ગુજરાત

gujarat

ETV Bharat / state

કર્ણ હોસ્પિટલમાં માતાપુત્રીની હત્યા, શંકાની સોય હોસ્પિટલ કર્મચારી સામે

અમદાવાદના કાગડાપીઠ વિસ્તારની કર્ણ હોસ્પિટલમાં માતાપુત્રીની હત્યા (Double murder in Karna Hospital Ahmedabad )નો બનાવ સામે આવ્યો છે. કર્ણ હોસ્પિટલમાં ભેદી હત્યાના બનાવને લઇને અમદાવાદ પોલીસ (Ahmedabad Police )નો મોટો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો છે. CCTV મેળવવા (Victims CCTV Found ) સહિત વધુ તપાસ શરુ થઇ ગઇ છે.

કર્ણ હોસ્પિટલમાં માતાપુત્રીની હત્યા, શંકાની સોય હોસ્પિટલ કર્મચારી સામે
કર્ણ હોસ્પિટલમાં માતાપુત્રીની હત્યા, શંકાની સોય હોસ્પિટલ કર્મચારી સામે

By

Published : Dec 21, 2022, 7:32 PM IST

ભૂલાભાઇ પાર્ક પાસે સંકેત કોમપ્લેક્સમાં કર્ણ હોસ્પિટલમાં આ બનાવ બન્યો

અમદાવાદ અમદાવાદ શહેરના કાગડાપીઠ વિસ્તારમાં કર્ણ હોસ્પિટલ આવેલી છે. આ હોસ્પિટલના કબાટમાંથી બપોરે એક યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. જેને પગલે વધુ તપાસ થતાં વધુ એક મહિલાનો મૃતદેહ (Double murder in Karna Hospital Ahmedabad )પણ મળી આવતાં ચકચાર મચી હતી. મૃતક માતાપુત્રી હોવાની જાણકારી પણ સામે આવી હતી.

આ પણ વાંચો Ahmedabad Murder Case : એક રાતમાં બે હત્યા કરીને આ કપાતરે રામોલને કર્યું લોહીલુહાણ

ડબલ મર્ડરની ઘટના અમદાવાદમાં ડબલ મર્ડર (Double murder in Karna Hospital Ahmedabad )ના આ કિસ્સામાં માતાપુત્રીની હત્યાને ભેદી સંજોગોમાં અંજામ અપાયો છે. કાગડાપીઠ વિસ્તારમાં ભૂલાભાઇ પાર્ક પાસે સંકેત કોમપ્લેક્સમાં કર્ણ હોસ્પિટલમાં આ બનાવ બન્યો છે.

આ પણ વાંચો Upleta double murder case: ઉપલેટામાં થયેલા ડબલ મર્ડર મામલે પોલીસે બે વ્યક્તિઓની ધરપકડ કરી

સીસીટીવીમાં જોવા મળ્યાં માતાપુત્રીમાતાપુત્રી સવારે કર્ણ હોસ્પિટલની અંદર આવ્યાં હતાં. જે અંગેના સીસીટીવી પણ સામે આવ્યાં છે. મૃતક યુવતીનું નામ ભારતી વાળા અને તેની માતાનું નામ ચંપાબેન વાળા છે. આ બંને સવારે કર્ણ હોસ્પિટલમાં આવ્યાં ત્યારના સીસીટીવી દ્રશ્યો મળ્યાં છે.

શંકાની સોય હોસ્પિટલ કર્મચારી સામે તકાઇઆ બાબતે બહાર આવેલી માહિતી પ્રમાણે મૃતક યુવતી કર્ણ હોસ્પિટલમાં કામ કરતા કમ્પાઉન્ડ મનસુખની પરિચિત હોવાનું બહાર આવ્યું છે. ત્યારે પ્રાથમિક તપાસમાં શંકાની સોય આ મનસુખ સામે તકાઇ છે.

અમદાવાદ પોલીસનો મોટો કાફલો તપાસમાં જોડાયોગંભીરતાને જોઇ પોલીસ કાફલો (Ahmedabad Police ) કર્ણ હોસ્પિટલ પર ધસી આવ્યો છે. માતા અને પુત્રી એમ ડબલ મર્ડર(Double murder in Karna Hospital Ahmedabad ) ની આ ઘટનાના તમામ પાસાંઓમાં કાગડાપીઠ પોલીસ સ્ટાફ સહિત શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યાં હતાં. જેમાં જેસીપી એસીપી સહિત ઝોન 6ના ચારથી વધુ પીઆઇ ઘટનાસ્થળે તપાસમાં જોડાયાં છે. હત્યા કયા કારણે કરવામાં આવી તેનો હેતુ અકબંધ છે.

કમ્પાઉન્ડર મનસુખની અટકાયત માતા અને પુત્રી એમ બે સ્વજનને એકસાથે હત્યાનો (Double murder in Karna Hospital Ahmedabad ) મામલો સામે આવતાં મૃતકોના પરિવાર સહિત વિસ્તારના લોકોનો ભારે હોબાળો ઘટનાસ્થળ પર જોવા મળ્યો હતો. પોલીસે (Ahmedabad Police )જોકે મૃતદેહના પોસ્ટમોર્ટમ સહિતની વિવિધ કાર્યવાહીઓનો દોર શરુ કરી ઘટનાની સઘન તપાસ શરુ કરી દીધી છે. આ મામલામાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે (Ahmedabad Crime Branch )તપાસ શરૂ કરી છે અને કમ્પાઉન્ડર મનસુખની અટકાયત કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details