અમદાવાદ: અમદાવાદના કાગડાપીઠ વિસ્તારમાં આવેલી કર્ણ હોસ્પિટલમાં (karna hospital in kagdapith ahmedabad) માતા-પુત્રીની હત્યા મામલે ચોંકાવનારો ખુલાસો થયો (double murder in karna hospital ahmedabad) છે. હોસ્પિટલનો કમ્પાઉન્ડર મનસુખ જ હત્યારો નીકળ્યો (murderer compaunder) છે. આ કમ્પાઉન્ડર મૃતક ભારતીની પોતે ડોકટર બનીને સારવાર કરતો હતો. મૃતક ભારતીને એક કાનની સારવાર સફળ રહ્યા બાદ બીજા કાનની સારવાર ભારતીએ શરૂ કરાવી હતી.ડોક્ટરની ગેરહાજરીમાં ડોક્ટર બનેલા કમ્પાઉન્ડરે દર્દીને ઇન્જેક્શનના ઓવરડોઝ આપતાં દર્દીનું તરફડીને મોત થતાં તેની માતાની હત્યાને અંજામ (mother daughter found dead) આપ્યો હતો.
હોસ્પિટલમાં કબાટમાંથી મહિલાનો મૃતદેહ મળ્યો: મળતી માહિતી અનુસાર, અમદાવાદના મણિનગરમાં ભુલાભાઈ પાર્ક નજીક આવેલી ડો અર્પિત શાહની કાન, નાક અને ગળાની હોસ્પિટલમાં કબાટમાંથી મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારબાદ હોસ્પિટલના કર્મચારીએ મૃતદેહ જોઈને પોલીસને જાણ કરી હતી. જેમાં મૃતક મહિલાનું નામ ભારતીબેન વાળા હોવાનું ખુલ્યું હતું. જેઓ આ હોસ્પિટલમાં કાનના ઈલાજ માટે આવ્યા હતા. આ કબાટમાંથી સિલેન્ડર કાઢીને ભારતીબેનના મૃતદેહને કબાટમાં મુકવામાં આવ્યો હતો અને CCTV પણ એક કલાક માટે બંધ કરવામાં આવ્યા હતા. જેથી મહિલાની હત્યા થઈ હોવાની શક્યતાને લઈને પોલીસે તપાસ શરૂ કરી હતી. જેમાં હોસ્પિટલની બહારના CCTV મળ્યા (police investigation in ahmedabad murder case) હતા. જેમાં ભારતીબેન પોતાની માતા ચંપાબેન સાથે હોસ્પિટલમાં જતા જોવા મળ્યા હતા.
આ પણ વાંચોચા પીવા ગયેલા યુવકે અકસ્માતના કારણે ગુમાવ્યો જીવ, પરિવારે અંગદાન કરી 3 લોકોને આપ્યું નવજીવન