ગુજરાત

gujarat

ETV Bharat / state

ભાજપ પ્રચારમાં ખલેલ પહોંચાડતું હતું, યુવરાજ સિંહ જાડેજા - યુવરાજ સિંહ

આમ આદમી પાર્ટી દ્વારા આપવામાં આવેલી ગેરંટી લઈને ડોર ટુ ડોર પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે. ઉત્તર ગુજરાત ડોર ટુ ડોર પ્રચારની જવાબદારી યુવા નેતા યુવરાજસિંહ જાડેજાને આપવામાં આવી હતી. જેમાં 11 દિવસમાં 50 જેટલી સભા કરીને  10000કરતા વધુ યુવાનનો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. AAP door to door campaign, Gujarat Assembly Election 2022, Aam Aadmi Party

ભાજપ પ્રચારમાં ખલેલ પહોંચાડતું હતું,  યુવરાજ સિંહ જાડેજા
ભાજપ પ્રચારમાં ખલેલ પહોંચાડતું હતું, યુવરાજ સિંહ જાડેજા

By

Published : Sep 6, 2022, 4:23 PM IST

અમદાવાદગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક (Gujarat Assembly Election 2022)આવી રહી છે. રાજ્યમાં વિવિધ પાર્ટીના મોટા નેતાઓ પણ ગુજરાતમાં આંટાફેરા વધી રહ્યા છે. આમ આદમી પાર્ટી પણ અન્ય પાર્ટી( Aam Aadmi Party)કરતા બે પગલાં આગળ હોય તેમ ઉમેદવારના લિસ્ટ જાહેર બાદ હવે ડોર ટુ ડોર પ્રચાર કરીને વધુને વધુ લોકોને આમ આદમી પાર્ટીમાં જોડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યો છે.

યુવરાજ સિંહ જાડેજા

11 દિવસમાં 50 સભા કરીઆપના યુવા નેતા યુવરાજસિંહ જાડેજા જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી (AAP Gujarat 2022)ગુજરાતમાં યુવાનો પ્રશ્નોની વાચા આપી (AAP door to door campaign)રહી છે. જેને પગલે આમ આદમી પાર્ટી જે પણ ગુજરાતની જનતા માટે ગેરંટી આપી છે. તેને લઈને ઉત્તર ગુજરાત ડોર ટુ ડોર પ્રચાર શરૂ કરવામાં આવ્યો હતો. જેના પગલે 11 દિવસમાં કુલ 50 જેટલી સભા યોજવામાં આવી હતી. જેમાં રોજના 2000 જેટલા આમ આદમી પાર્ટીમાં જોડાતા હતા, જેમાં 11 દિવસમાં 10 000થી વધુ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.

સરકારના ગુંડા દ્વારા હેરાન કરવામાં આવ્યાવધુમા ઉમેર્યું હતું કે આમ આદમી પાર્ટી દ્વારા ઉત્તર ગુજરાતમાં જ્યાં જ્યાં પ્રચાર કરવામાં આવતો ત્યાં ભાજપ સરકારના ગુંડા દ્વારા હેરાન કરવામાં આવતા હતા. રાત્રીના સમયે વીજળી પર કાપ મુકવામાં આવતો હતો. ઉત્તર ગુજરાતમાં અમે લોકો અને યુવાનોની સમસ્યા જાણી છે. આજ આમ આદમી પાર્ટી ગુજરાતના યુવાનો સાથે ઉભી છે.

બેરોજગાર ગેરંટીનો આંકડો 25 000થી વધુઆમ આદમી પાર્ટી દ્વારા વીજળી, બેરોજગારી, મહિલાને સન્માન રાશિ જેવી ગેરંટી કાર્ડ લઈને ડોર ટુ ડોર રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં બરોજગાર નોંધણીમાં 25000 યુવાનોએ ઓફલાઈન તેમજ ઓનલાઇન 57000 જેટલા યુવાનોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. ગુજરાતમાં અનેક બોગસ ડીગ્રી પુરવા આપવામાં આવ્યા હતા. તેમ છતાં કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી, અને જે ઉમેદરવાર ગેરલાયક હતા. તેમને નિમણુંક પત્ર પણ આપવામાં આવશે.

કૉંગ્રેસ AAPની નકલ કરેરાહુલ ગાંધી ગુજરાતમાં આવી જે ચૂંટણી લક્ષી ગેરંટી આપી હતી તે મુદ્દે જણાવ્યું હતું કે ,ગુજરાતમાં કૉંગ્રેસનું અસ્તિત્વ જોવા મળ્યું નથી. આમ આદમી પાર્ટી દ્વારા જે ગેરંટી આપવામાં આવી હતી તે જ ગેરંટી જે આપવામાં આવી હતી, તે જ ગેરંટીને કોપી પેસ્ટ કરી રહ્યા છે. ગુજરાતમાં કૉંગ્રેસ વિપક્ષની ભૂમિકા નિભાવવામાં નિષ્ફળ રહી છે. જયારે 78 જેટલી બેઠકો હતી. ત્યારે મોંઘવારી,બેરોજગારી જેવા મુદ્દા પર વિરોધ કરી શકતા હતા પણ તે વિરોધ કરવામાં નિષ્ફળ રહ્યા છે.

પક્ષ કહેશે ત્યાંથી ચૂંટણી લડીશવિધાનસભની ચૂંટણી લડવા અંગે જણાવ્યું હતું કે મારું કામ પક્ષ જે કામ સોંપશે તે કરીશ.જો પક્ષ મને ચૂંટણી લડવાનું કહેશે તો હું ગુજરાતના કોઈપણ ખૂણે ચૂંટણી લડવા તૈયાર છુ.મેં ભણાવેલા વિદ્યાર્થી ગુજરાતના દરેક ખૂણે છે. એટલે મને દરેક જગ્યા સ્પોર્ટ મળશે. તેથી હું ચૂંટણી લડવા પણ તૈયાર છું.જો મને પક્ષ ભાવનગરથી જીતુ વાઘાણી સામે ચૂંટણી લડવાનું કહેશે તો ત્યાંથી પણ હું લડીશ.

ABOUT THE AUTHOR

...view details