ગુજરાત

gujarat

ETV Bharat / state

બાળકો પર દબાણ ન કરો, માર્કસથી તેમની ક્ષમતા માપી શકાય નહિ - don't measure their ability with marks

ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષા નજીક આવી રહી છે, ત્યારે બાળકો પર સારો પફોર્મ કરવાનું દબાણ હોય છે. એજ્યુકેશનલ નિષ્ણાંતોના મતે બાળકો પર સારા ગુણ કે માર્કસ લાવવાનો બોજ માતા-પિતા દ્વારા આપવો જોઈએ નહિ. બાળકો પર જો માર્કસ કે ગુણનો પ્રેશર નાખવામાં ન આવે તો તે સારૂ પરિણામ આપી શકશે. ગુણ બાળકોની ક્ષમતા કે આવડત દર્શાવી શકતા નથી.

dont-pressurized-children-dont-measure-their-ability-with-marks
માર્કસથી તેમની ક્ષમતા માપી શકાય નહિ

By

Published : Feb 8, 2020, 11:14 PM IST

અમદાવાદઃ પરીક્ષાના દિવસોમાં બાળકો પર ઘણો દબાણ હોય છે અને માતા પિતાને સમજવાની જરૂર છે. માતા-પિતા ટકોર ક્યારેક બાળકો પર દબાણ સર્જે છે. ખાસ કરીને પરીક્ષાના સમયે બાળકોને ફુંફ અને સપોર્ટ આપવાની જરૂર છે. તેમની સાથે ડિનર કે બેસીને વાતચીત કરવાથી હળવાફુલ થઈ શકે. દૂર્ભાગ્યપૂર્ણ રીતે દર વર્ષે કેટલાય બાળકો દબાણ હેઠળ જિંદગીની જંગ હારી જાય છે, પરતું આ આખરી જંગ નથી.

માર્કસથી તેમની ક્ષમતા માપી શકાય નહિ

નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર, માતા-પિતાને તેમની આસપાસ જોવાની જરૂર છે. આજે ઘણા ફિલ્મ સ્ટાર, ક્રિકેટર કે અન્ય વ્યકિતત્વ કે જેમણે જીવનમાં સિદ્ધિ હાસિલ કરી છે. તેઓ શૈક્ષણિક રીતે નબળા હોવા છતાં જીવનમાં ઘણા સફળ છે. સચિન તેંડુલકર, લતા મંગશેકાર, આમીર ખાન જેવા લોકો આ વાતના જીવતા-જાગતા પુરાવા છે. દરેક બાળકોમાં આગવી આવડત રહેલી હોય છે. આ આવડતને બહાર લાવવા માટે માતા-પિતાએ પ્રોત્સાહન આપવું જોઈએ, ત્યારે જ પરીક્ષાનો ભય ખત્મ થઈ શકશે.

ABOUT THE AUTHOR

...view details