અમદાવાદઃ આરજે હાર્દિકે દર્શકો સાથે સીધી વાત કરતાં કહ્યું હતું કે તમારી અને મારી દરરોજ બપોરે 2થી 5 મુલાકાત થાય છે. હાલની કોરોના મહામારીની સ્થિતિમાં આપણે મળતાં હતા, ત્યારે કેટલી બધુ વસ્તુ આપણે કરી. ઘરે બેઠા બેઠા, વગર ટિકિટે, સોશિઅલ ડિસ્ટન્સ જાળવીને કોન્સર્ટ એન્જોય કર્યો, રેડિયો સિટીના કોન્સર્ટ ફ્રોમ હોમમાં અરમાન મલીક પણ આપણી સાથે જોડાયા અને સુખવીન્દરસિંઘ પણ જોડાયા. સલીમ મર્ચન્ટ પણ જોડાયા હતા અને આપણે ખૂબ મજા કરી.
કોરોનાથી ગભરાશો નહી, અમે તમારી સાથે છીએઃ RJ હાર્દિક - રેડિયો સિટી આર જે હાર્દિક
કોરોનાની વૈશ્વિક મહામારીએ તમામની જિંદગીમાં બદલાવ લાવી દીધો છે. મોટાભાગના લોકો હવે ઑનલાઈન કામ પતાવા લાગ્યા છે. પેમેન્ટ પણ ઑનલાઈન કરી રહ્યા છે. મનોરંજન પણ ઑનલાઈન માધ્યમથી મેળવી રહ્યા છે. આ સંજોગોમાં આપણે રેડિયો સિટી 91.1 એફએમના RJ હાર્દિકે આપણને મહત્વનો સંદેશ આપ્યો છે.

ચાહે ગુજરાતી ગીતો હોય, ગુજરાતી વારસો હોય, આપણે ગુજરાત ડે સેલિબ્રેટ કર્યો, અરૂણા ઈરાનીથી લઈને ટિકુ તલસાણીયા અને બધા ગુજરાતી એકટર્સ તેમના અનુભવોને આપણે એકબીજા સાથે શેર કર્યા, રામાયણ અને મહાભારતના પાત્રો સાથે આપણે લાઈવ વાતો કરી, ઘરે બેઠાબેઠા કુકિંગનો અનુભવ હોય, અને અરે યાર મગજ બઘવાઈ ગયું છે તો અનુભવ શેર કર્યા, તો તે બધા વિષયો પર વાત કરી, આપણે વધુમાં વધુ મનોરંજન મેળવીએ. મીડિયાના મિત્રો બહાર નીકળીને રીપોર્ટિંગ કરીને સાચી અને સચોટ માહિતી તમારા સુધી પહોંચાડી રહ્યા છે. પણ તમે કામ સિવાય બહાર ન નીકળો અને ગભરાશો નહી, અમે તમારી સાથે છીએ.