અમદાવાદઃ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વાગત માટેની તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે. પહેલા 'કેમ છો ટ્રમ્પ' કાર્યક્રમના નામે ટ્રમ્પનું સ્વાગત કરવાનો પ્લાન હતો. જો કે, હવે તે બદલીનેે 'નમસ્તે ટ્રમ્પ'ના નામે તેમનું સ્વાગત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેથી કરીને આ ભવ્ય કાર્યક્રમ રાજ્ય પૂરતો સિમિત ન રહે અને તેને નેશનલ કવરેજ મળી રહે.
'કેમ છો ટ્રમ્પ' નહીં હવે 'નમસ્તે ટ્રમ્પ'... - Ahmedabad news
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વાગત માટેની તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે. ટ્રમ્પના સ્વાગત કાર્યક્રમને પહેલા 'કેમ છો ટ્રમ્પ' નામ આપવામાં આવ્યું હતું. જે નામ ગુજરાત પુરતૂ સીમિત રહેતા હવે તેને બદલીને 'નમસ્તે ટ્રમ્પ' કરવામાં આવ્યું છે.
!['કેમ છો ટ્રમ્પ' નહીં હવે 'નમસ્તે ટ્રમ્પ'... ડોનાલ્ડ ટ્રમ્પ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6092418-thumbnail-3x2-aa.jpg)
ડોનાલ્ડ ટ્રમ્પ
સૂત્રોએ જણાવ્યું કે, ‘કેમ છો ટ્રમ્પ'ના પ્રયોગથી આ રાજ્યકક્ષાનો કાર્યક્રમ બની જતો હોય તેવું લાગતું હતું, પરંતુ દેશમાં પણ લોકો જાણે તેવું વિચારી તેનું નામ બદલી 'નમસ્તે ટ્રમ્પ' કરવામાં આવ્યું છે.
આ કારણે જ રાજ્ય સરકાર દ્વારા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખની પહેલી ભારત મુલાકાત અને અમદાવાદમાં સ્વાગત માટેના કાર્યક્રમમાં ઉપયોગમાં લેવાનારા કમ્યુનિકેશન મટ્રિયલ્સમાં પરંપરાગત ‘નમસ્તે ટ્રમ્પ' શબ્દનો પ્રયોગ કરવામાં આવશે.