ગુજરાત

gujarat

ETV Bharat / state

ડોનાલ્ડ ટ્રમ્પ ગાંધી આશ્રમ પણ જશે, સુરક્ષામાં વધારો - ડોનાલ્ડ ટ્રમ્પ ન્યૂઝ

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદની મુલાકાત લેશે, ત્યારે તેમનો વિગતવાર કાર્યકમ સામે આવ્યો છે. જેમાં ગાંધી આશ્રમની મુલાકાતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેથી આ મુલાકાતના પગલે તે વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત પણ વધારી દેવામાં આવ્યો છે.

ahmedabad
ahmedabad

By

Published : Feb 23, 2020, 9:34 PM IST

Updated : Feb 24, 2020, 7:32 AM IST

અમદાવાદઃ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદની મુલાકાત લેશે, જેમાં ગાંધી આશ્રમની મુલાકાતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેથી આ મુલાકાતના પગલે તે વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત પણ વધારી દેવામાં આવ્યો છે. આ અંગે શહેર પોલીસ કમિશ્નર આશિષ ભાટિયાએ પોલીસ બંદોબસ્ત અંગે જણાવ્યું હતું કે, 24 ફેબ્રુઆરીએ સવારે 11-30 વાગે ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદ એરપોર્ટ પહોંચશે. જ્યાં તેમનું ગાર્ડ ઓફ ઑનર અને સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા સ્વાગત કરવામાં આવશે. એરપોર્ટથી ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી રોડ શૉની શરૂઆત કરશે. તાજ સર્કલ, રીવરફ્રન્ટ, સુભાષબ્રિજ થઈને સાબરમતી આશ્રમ જશે.

સાબરમતી આશ્રમની મુલાકાત બાદ બંને મહાનુભાવો પરત એરપોર્ટના રુટ પર થઈને ઇન્દિરા બ્રિજ, ભાટ ગામ, કોટેશ્વર થઈને મોટેરા સ્ટેડિયમ પહોંચશે. અંદાજે 3 વાગ્યા સુધી મોટેરા સ્ટેડિયમ નામસ્તે ટ્રમ્પ કાર્યક્રમ ચાલશે અને ત્યારબાદ તેઓ એરપોર્ટ જવા રવાના થશે. 3ઃ30 વાગે એરપોરથી ટ્રમ્પ આગ્રા જવા રવાના થશે.

ડોનાલ્ડ ટ્રમ્પ આગમનને પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
સમગ્ર કાર્યક્રમમાં ફેરફાર થયો છે એટલે કે ગાંધી આશ્રમની મુલાકાત ઉમેરાઈ છે. જેના કારણે પોલીસ બંદોબસ્ત પણ વધારવામાં આવ્યો છે. સમગ્ર બંદોબસ્તમાં 33 DCP, 75ACP, 300PI, 1000PSI, 12,000 પોલીસકર્મીઓ અને 2000 જેટલી મહિલા કોન્સ્ટેબલ તૈનાત રહેશે. આ ઉપરાંત 15 SRP અને 3 RAFની ટીમ પણ બંદોબસ્તમાં રહેશે.ટ્રમ્પના કાર્યક્રમ દરમિયાન SPG, NSG, એરફોર્સ, પેરા મિલિટરી અને સિક્રેટ સર્વિસીના જવાનો પણ હાજર રહેશે. 15 જેટલી BDDSની ટીમ રુટ અને કાર્યક્રમમાં રહેશે. મોરચા સ્કોડ કોન્વેય અને અલગ અલગ સ્થળોએ બંદોબસ્તમાં રહેશે. 38 ઘોડા પોલીસ અને ધાબા પરથી પોલીસ દ્વારા નજર રાખવામાં આવશે તથા ડ્રોન દ્વારા કાર્યક્રમ પર નજર રાખવામાં આવશે. દેશની તમામ સુરક્ષા એજન્સીઓ ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં રહેશે.તમામ લોકો વચ્ચે કોમ્યુનિકેશન થાય તે માટે 600 વોકિટોકીનો ઉપયોગ કરવામાં આવશે. સુરક્ષના હેતુથી લોકોનું ચેકીંગ કરવા 130 જનરલ મેટલ ડિટેક્ટર અને 700 હેન્ડ મેટલ ડિટેક્ટર રાખવામાં આવ્યા છે. કોઈને સ્ટેડિયમમાં મોબાઈલ અને પાકીટ સિવાય કઈ લઈ જવા દેવામાં નહીં આવે તેમ છતાં 6 બેગેજ સ્કેનર પણ રાખવામાં આવ્યાં છે.CBSE બોર્ડની પરીક્ષા ચાલી રહી છે, ત્યારે સમગ્ર કાર્યક્રમ અને રોડ શૉના રુટ પર 4 કેન્દ્રો આવે છે, ત્યારે તમામ કેન્દ્રોના વિદ્યાર્થીઓને હોલ ટિકિટના આધારે વ્યવસ્થા કરી આપવામાં આવશે. એમ્બ્યુલન્સ જેવી તાત્કાલિક સારવાર સેવાને માટે પણ વ્યવસ્થા કરવામાં આવશે. કોઈ પણ નાગરિકને મુશ્કેલી ન થાય તેનું ધ્યાન રાખવામાં આવશે. ટ્રમ્પના રોડ શૉ અને કાર્યકમને લઈને કેટલાક રૂટ પર ડાયવર્ઝન રાખવામાં આવ્યું છે. સમગ્ર રુટ રોડ શૉ દરમિયાન બંધ રાખવામાં આવશે. ગાંધી આશ્રમની મુલાકાતને પગલે વડાજથી આશ્રમ સુધીનો રસ્તો બંધ રાખવામાં આવશે. સાબરમતી વિસ્તાર તરફ આવતા કેટલાક રસ્તા બંધ રાખવામાં આવશે.
Last Updated : Feb 24, 2020, 7:32 AM IST

ABOUT THE AUTHOR

...view details