ગત 21મી ઓગસ્ટના રોજ ડોન કાલુ ગરદન અને તેના સાગરીત પર્પલ પર જુહાપુરા સ્થિત કેબલ ઓપરેટર સલીમ ખાન પઠાણને મારી નાખવાના પ્રયાસનો ગુનો વેજલપુર પોલીસ સ્ટેશન ખાતે નોંધવામાં આવ્યો હતો.
જુહાપુરાના સંકલિતનગર ખાતે રહેતા સલીમ ખાન પઠાણે વેજલપુર પોલીસ સ્ટેશનમાં દાખલ FIRમાં આક્ષેપ કર્યો હતો કે, બંને કાલુ ગરદન અને સાગરીત સરફરાઝ શૈખ ઉર્ફે પર્પલ મને મારવા માટે લોખંડની પાઈપ અને તલવારનો ઉપયોગ કર્યો હતો.
જુહાપુરાનો કુખ્યાત ડોન કાલુ ગરદનના કોર્ટે જામીન કર્યા મંજુર
અમદવાદ:જુહાપુરાનો કુખ્યાત ડોન મોહમ્મદ શરીફ શેખ ઉર્ફે કાલુ ગરદન પર લાગેલા હાફ-મર્ડર કેસમાં શુક્રવારે અમદાવાદ મીરજાપુર ગ્રામ્ય કોર્ટે જામીન મંજૂર કર્યા હોવાની વિગતો સામે આવી છે.
પઠાણે FIRમાં જણાવ્યું હતું કે," તેમના મિત્ર ફેજાન શેખનો ફોન આવ્યો હતો કે કાલુ ગરદન અને તેના સાગરીત તેમને મારવા મારવા માટે ઘરે આવી રહ્યા છે. FIRમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે કાલુ ગરદન અને તેના સાગરિતોએ સલીમ ખાન પઠાણ પર લોખંડની પાઇપ અને તલવાર વડે માથાના ભાગ પર ઇજા કરી હતી. હુમલાથી બચવા હાથમાં પ્રયાસ કરાતા સીધા ભાગમાં ઇજા થઈ હતી."
હુમલા બાદ પઠાણ લોહીલુહાણ અવસ્થામાં ઢળી પડતા આરોપીઓ તેમને જાનથી મારી નાખવાની ધમકી આપીને ભાગી છૂટયા હતા. સ્થાનિક લોકોએ એમ્બ્યુલન્સ બોલાવીને પઠાણને સરદાર વલ્લભભાઈ પટેલ હોસ્પિટલ ખાતે દાખલ કર્યા હતા. પઠાણ અને ફૈઝાને તેમના પર હુમલો શા માટે કરવામાં આવ્યો એ જણાવ્યું નથી.
ઉલ્લેખનીય છે કે કાલુ ગરદન પર 2011માં જુહાપુરા સ્થિત RTI એક્ટિવિસ્ટ નદીમ સૈયદની હત્યા કરવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો જોકે પુરાવવાના અભવે તેને નિર્દોષ છોડી મુકવામાં આવ્યો હતો.