ગુજરાત

gujarat

ETV Bharat / state

તું મારી પત્ની નથી તારામાં કોઈ બીજી વ્યક્તિ છે, તેમ કહીને પત્નીને માર માર્યો - તાંત્રિક વિધિ

અમદાવાદના નરોડામાં 2 દિવસ અગાઉ જ પરિણીતા પર સાસરિયાઓ દ્વારા ત્રાસ આપવાનો કિસ્સો સામે આવ્યો હતો. ત્યારે નરોડામાં જ વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં પતિએ પત્નીને 'તું મારી પત્ની નથી, તારામાં બીજી કોઈ વ્યક્તિ છે', તેમ કહીને માર મારતો હતો. આ મામલે પત્નીએ પતિ સહિતના સાસરિયાઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોધાવી છે.

તું મારી પત્ની નથી તારામાં કોઈ બીજી વ્યક્તિ છે તેમ કહીને પત્નીને માર માર્યો
તું મારી પત્ની નથી તારામાં કોઈ બીજી વ્યક્તિ છે તેમ કહીને પત્નીને માર માર્યો

By

Published : Aug 24, 2020, 8:06 PM IST

અમદાવાદ: શહેરના પરિણીતાએ નરોડા વિસ્તારમાં રહેતી પરિણીતાએ ફરિયાદ નોધાવી છે કે, તેના લગ્ન વર્ષ 2014માં થયા હતા.

લગ્ન બાદ પરિણીતાની સાસુ અને સસરા તેને માનસિક ત્રાસ આપતા હતા કે, તું હાઇ ફાઈ પરિવારમાં આવે છે અને અમારી નાતની પણ નથી એટલે અમે કહીએ એમ કરવું પડશે. અને તેના પતિને ઉશ્કેરતા હતા. જેથી પતિ પણ પત્નીને મારતો હતો.

જે બાદ લગ્ન જીવન દરમિયાન એક દિકરાનો જન્મ થયો હતો, પણ સાસરીવાળા સતત મહેણાં ટોણા મારતા હતા. થોડા દિવસ બાદ પતિ પત્ની ભાડાના મકાનમાં રહેવા ગયા ત્યાં પણ સાસુ સસરા પતિને ઉશ્કેરતા હતા.

એક દિવસ પતિ ઘરે આવ્યો અને પત્નીને કહેવા લાગ્યો કે, મારા પિતા તાંત્રિક વિધિ જાણે છે અને કહે છે કે, તું મારી પત્ની નથી અને તારા અંદર કોઈ બીજી વ્યક્તિ છે. એટલું કહીને પતિ પત્નીને ખેંચીને બહાર લઇ ગયો અને માર મારવા લાગ્યો હતો.

પતિના ત્રાસથી પત્ની કંટાળીને અને બચવા માટે તેના પિયર આવી ગઈ હતી અને નરોડા પોલીસ સ્ટેશનમાં પતિ અને સાસરિયાઓ વિરુદ્ધ ફરિયાદ નોધાવી છે. હાલ આ ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details