અમદાવાદ: ગુજરાતમાં રાજકોટ, વડોદરા, સુરત, અમદાવાદ જેવા મહાનગર ક્રાઇમમાં કેપિટલ બની ગયા હોય તેવું જોવા મળી રહ્યું છે. અવાર-નવાર એવા કિસ્સાઓ સામે આવે છે. જેનાથી ઊંઘ ઉડી જાય છે. ગ્રીષ્મા હત્યા કેસ હજૂ ભુલાયો નથી. ફરી એક વખત એવો જ કિસ્સો અમદાવાદમાં આવેલા સરદારનગર વિસ્તારમાં થયો છે. મારી સાથે લગ્ન કેમ નથી કરતી, કહીને યુવકે બે બાળકોની માતાના ગળે છરી ફેરવી નાખી હોવાનું સામે આવ્યું છે. જોકે, પ્રેમમાં પાગલ યુવાનને પોલીસે પકડીને કાયદાના પાઠ ભણાવ્યા છે. પોલીસ સુત્રોમાંથી મળતી અનુસાર આ પીડિતાને સારવાર માટે હોસ્પિટલમાં એડમીટ કરવામાં આવી છે.
કેવી રીતે બન્યો કેસઃસરદારનગર વિસ્તારમાં રહેતી 27 વર્ષીય પરિણીતાએ પોતાના પર થઈ રહેલા અત્યાચાર અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે. વર્ષો પહેલા યુવતીને રાજસ્થાનના યુવક સાથે લગ્ન થયા હતા. મનમેળ ન રહેતા ન યુવતી બાળકોને લઈને રિસાઈને પિયરમાં રહેવા આવી ગઈ હતી. બાળકોને નજીકની શાળામાં અભ્યાસ કરવા માટે મૂક્યા હોવાથી લેવા અને મુકવા જતી હતી. જેથી દરમિયાન 6 મહિના પહેલા રીક્ષામાં બેસવા બાબતે નવીન કોષ્ટી નામના યુવક સાથે ઓળખાણ થઈ હતી. નવીન નારોલ રહેતો હોવાથી તે પછી તેની માતાના કપડા સીવડાવવા માટે પણ યુવતીના ઘરે આવતો જતો હતો. બંને વચ્ચે મિત્રતા થઈ હતી. જે બાદ બંને વચ્ચે અવારનવાર ફોન પર વાત થતા યુવક યુવતીને પસંદ કરવા લાગ્યો હતો. આમ પ્રેમ સંબંધ આગળ વધ્યો હતો.
"આરોપી અવારનવાર ધમકીઓ આપતો હતો અને પોતાના પરિવારજનો સાથે આવીને અચાનક મારી બહેન પર ચપ્પુથી હુમલો કર્યો છે" -- ઈશ્વર રાજપુત (ભોગ બનનાર યુવતીના ભાઈ)
પોલીસ ચોપડે નોંધાયેલ કેસ મુજબ:પોલીસ ફરિયાદમાં નોંધાયેલ માહિતી અનુસાર તારીખ 16મી મે 2023 ના રોજ યુવતી તેના વતન રાજસ્થાન ખાતે ગઈ હતી. જ્યાંથી ઘરે પરત આવી હતી. તે સમયે સવારે નવીન તેના ઘરે આવ્યો હતો. તેની સાથે લગ્ન કરવાનો કહેતા યુવતીને પતિ સાથે છૂટાછેડા થયા નથી. તેની સાથે લગ્ન નહીં કરે તેવું કહેતા તેણે યુવતી સાથે બોલાચાલી કરી હતી. બાદમાં જતો રહ્યો હતો. પોલીસે જણાવ્યા અનુસાર યુવક પોતાના પરિવાર સાથે યુવતીના ઘરે પહોંચી ગયો હતો. પછી લગ્નનો પ્રસ્તાવ મૂકી દીધો હતો. પણ યુવતીએ ના પાડી દેતા મામલો બિચક્યો હતો.