NMC બિલને લઈને ડોક્ટર્સનો વિરોધ યથાવત - NMC બિલ
અમદાવાદ: લોકસભામાં પસાર કરાયેલ NMC મેડિકલ બિલનો સોમવારે પણ તબીબો વિરોધ કર્યો હતો. નોંધનીય છે કે, ભારતીય જનતા પાર્ટી દ્વારા છેલ્લા ઘણા સમયથી સદસ્યતા અભિયાન ચાલવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત સોમવારે ભાજપમાં ડોકટર્સ મોટી સંખ્યામાં જોડાયા હતા. પ્રતિભાવ આપતા ડો તુષાર શાહે પણ સરકાર એન.એમ.સી બિલ વિષે વિચારે તેવી ટકોર કરી હતી.
છેલ્લા કેટલાયે સમયથી ડોકટર્સ નેશનલ મેડિકલ કમિશન બિલનો વિરોધ કરી રહ્યા હોવા છતાં આ બિલને લોકસભામાંથી પસાર કરવામાં આવ્યું હતું. NMC બિલ 2019નો વિરોધ કરી એન.એમ.સીમાં નોમિનેટ સભ્યોમાં ડોક્ટર્સનો વધુ સમાવેશ કરવા, મેડિકલ કોલેજના એડમીશન સહીત પેરામેડિકલ સ્ટાફની નિયુક્તિ માટેની જોગવાઈઓમાં સંશોધન કરવાની માંગણી કરવામાં આવી હતી. સોમવારે ભારતીય જનતા પાર્ટી દ્વારા છેલ્લા ઘણા સમયથી સદસ્યતા અભિયાન કાર્યક્રમમાં જોડાતી વખતે શહેરના જાણીતા તબીબ તુષાર શાહે કહ્યું હતું કે, આ બિલથી ડોક્ટર્સ અને ભાજપ વચ્ચે અંતર વધ્યું છે.