ગુજરાત

gujarat

ETV Bharat / state

ખાનગી દવાખાના ખોલવા ડોકટરો તૈયાર, પરંતુ નથી પુરતા પ્રમાણમાં સાધનો - ખાનગી દવાખાના

ગુજરાતમાં અને તેમાં ખાસ કરીને અમદાવાદમાં હાલ જે રીતે કોરોના વાઇરસનો કહેર વર્તાઈ રહ્યો છે. તે જોતા અમદાવાદ માટે ચિંતાનો વિષય છે. જેનાથી એટલો ડર વ્યાપી ગયો છે કે ઘણા ખાનગી ક્લિનિક અને દવાખાનાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. જેથી અમદાવાદ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા જે ડોકટર્સે પોતાના દવાખાના બંધ કરી નાખ્યા હોય તેવા ડોકટરને પોતાના દવાખાના ખોલવા માટે નોટિસ ફટકારાઇ છે, પરંતુ સામે અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ એસોસિએશન જણાવી રહ્યું છે કે દવાખાના ખોલવામાં તેમને કોઈ વાંધો નથી. ડોકટરો બન્યા તે લોકોની સેવા કરવા માટે છે, પરંતુ અમુક સુવિધાઓના અભાવના લીધે આ દવાખાના મજબૂરીથી બંધ રાખવા પડે છે.

ખાનગી દવાખાનાઓના ડોકટરો દવાખાના ખોલવા તૈયાર, પરંતુ નથી પુરતા પ્રમાણમાં સાધનો
ખાનગી દવાખાનાઓના ડોકટરો દવાખાના ખોલવા તૈયાર, પરંતુ નથી પુરતા પ્રમાણમાં સાધનો

By

Published : May 7, 2020, 8:50 PM IST

અમદાવાદઃ શહેરમાં ખાનગી ક્લિનિક ખુલ્લા રહે તેવા આદેશ સાથે ક્લિનિક બંધ રાખનારા ડોકટર્સને નોટિસ ફટકારાવામાં આવી છે. ખાનગી ક્લિનિક ખુલ્લા રહે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે, ત્યારે અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ અસોસિએશનના પ્રેસિડેન્ટ ભાર્ગવ ત્રિવેદીએ જણાવ્યુ કે કેટલાક એવા પણ નાના દવાખાનાઓ છે, જેમાં જગ્યાનો અભાવ છે. જેના લીધે સોશિયલ ડિસ્ટન્સ રાખવું મુશ્કેલ બની જતું હોય છે.

ખાનગી દવાખાનાઓના ડોકટરો દવાખાના ખોલવા તૈયાર, પરંતુ નથી પુરતા પ્રમાણમાં સાધનો

બીજી બાજુ એક વ્યક્તિ દવાખાનું ચલાવી પણ ન શકે તેના માટે સ્ટાફ જોઈએ અને કેટલાક દવાખાનાઓ એવા છે કે જેનો સ્ટાફ રેડ ઝોનમાં રહેતો હોય અને તેઓ આવવા માટે સાધન ન હોવાથી પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરતા હોય, પરંતુ હાલ પરિસ્થિતિ એવી છે કે તેઓ ક્યાંય પણ આવી જઈ શકે નહીં અને તેના માટે અલગથી સાધન જોઈએ કે જે આ લોકોને દવાખાનાઓ સુધી પહોંચાડી શકે. તેમજ કોર્પોરેશન દ્વારા આ લોકોને આઈડેન્ટીટી કાર્ડ આપવા જોઈએ જેના લીધે તેઓને અવરજવર કરવામાં કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે.

ખાનગી દવાખાનાઓના ડોકટરો દવાખાના ખોલવા તૈયાર

ડોક્ટરો બન્યા જ એટલા માટે હોય છે કે તેઓ બીજા લોકોની સેવા કરી શકે, પરંતુ આવી અમુક સમસ્યાઓને લીધે નાના દવાખાનાઓ બંધ રાખવા પડે તેવી પરિસ્થિતિ સર્જાઇ છે અને તેના માટે જ મ્યુનિસિપલ કમિશ્નરને અમે પત્ર લખ્યો છે આશા છે કે આ બધા પ્રશ્નોનો ઝડપથી ઉપાય મળે.

ABOUT THE AUTHOR

...view details