- PMOનો ખોટો પત્ર તૈયાર કરનારો ડોકટર ઝડપાયો
- લેટરમાં સરકાર અને અધિકારીઓની કરી હતી ટીકા
- પોતાની ઓફિસનો કબ્જે મેળવવા કર્યું હતું કાવતરું
અમદાવાદ: PMOનો ખોટો લેટર બનાવી સરકાર અને અધિકારીઓની કરી ટીકા, સાયબર ક્રાઈમે કરી ડોક્ટરની ધરપકડ
એક ડોકટરે પોતાની ઓફિસનો કબજો મેળવવા માટે PMO ઓફિસનો ખોટો પત્ર તૈયાર કરીને ગુજરાત સરકાર અને અધિકારીઓની ખોટી ટીકા કરી હતી. આ પત્ર ખરેખર PMO ઓફિસથી આવ્યો છે કે કેમ તે અંગે તપાસ કરતા ડોક્ટરનો ભાંડો ફૂટયો હતો. જે બાદ સાયબર ક્રાઈમે ગુનો નોંધીને ડોક્ટરની ધરપકડ કરી છે.
crime news
અમદાવાદઃ મૂળ અમરેલીના ડોક્ટર વિજય પરીખે પરિમલ ગાર્ડન પાસે ડોક્ટર હાઉસમાં આવેલી ઓફિસ ડોક્ટર નિશીત શાહ સાથે ખરીદી હતી. જે ઓફિસ વેચાણ માટે આપી તેનો ગેરકાયદે કબ્જો ડોક્ટર નિશીતે પોતાની પાસે જ રાખ્યો હતો. જે ઓફિસનો કબ્જો મેળવવા માટે ડોક્ટર વિજય પરીખે અનેક પ્રયત્નો કર્યા હતા. આ મામલે પોલીસની પણ મદદ લેવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ પોલીસ તરફથી દિવાની મામલો હોવાથી કોઇ મદદ મળી ન હતી. જેથી ડોક્ટર વિજય પરીખે PMO ઓફિસનો ખોટો પત્ર બનાવીને મેઇલ કર્યો હતો.