ધરણીધરમાં આવેલી નવકાર હોસ્પિટલમાં બુધવારે શાહપુરમાં રહેતા રૂખસાના બાનુ પઠાણ નામની મહિલા સારવાર માટે આવી હતી. જ્યાં તેમને બ્લિડીંગ વધુ થઈ રહ્યું હતું તે બદલ હોસ્પિટલ સ્ટાફ દ્વારા તેની વધુ સારવાર માટે એસવીપી હોસ્પિટલમાં ખસેડવાનું સુચવ્યું હતું. જે બાદ એસવીપી હોસ્પિટલમાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. નવકાર હોસ્પિટલના ડૉક્ટર કલ્પેશ નકુમની બેદરકારીથી મોત થયું હોવાના આક્ષેપ રૂખસાનાના પરિવારજનોએ કર્યો હતો. આ આક્ષેપ સાથે પાંચ શખ્સોએ ડૉક્ટર કલ્પેશ નકુમનું અપહરણ કર્યું હતું.
અમદાવાદમાં દર્દીનું મોત થતા તબીબનુ અપહરણ કરી માર માર્યો - તબીબની બેદરકારીથી જ મોત
અમદાવાદ: નવકાર હોસ્પિટલમાંથી સારવાર લઈ રહેલી મહિલાને વધુ સારવાર માટે એસવીપી હોસ્પિટલ રિફર કરવામાં આવી હતી. જ્યાં તેનું મોત નિપજ્યું હતું. જે બાદ મહિલાના સંબંધી શખ્સોએ તબીબનું અપહરણ કર્યું હતું. જે દરમિયાન તબીબને માર મારી તેની બેદરકારીથી આ મહિલાનું મોત નિપજ્યું છે, તેવી બળજબરીપુર્વક કબુલાત કરાવતો વીડિયો બનાવ્યો હતો. આ વીડિયો બનાવી તેને માર મારી અને ધમકી આપી છોડી મુક્યો હતો.
શહેરના ધરણીધર ખાતે આવેલી નવકાર હોસ્પિટલના ડૉક્ટર કલ્પેશ નકુમનું પાંચ શખ્સોએ અપહરણ કર્યું હતું. એક મહિલા દર્દીનું સારવાર દરમિયાન મોત નિપજતાં તબીબની બેદરકારીથી જ મોત થયું હોવાના આક્ષેપ સાથે ડૉક્ટરનું અપહરણ કરી અપહરણકર્તા તેને વટવા તરફ લઈ ગયા હતા. ત્યાર બાદ કારમાં બેસાડી અપહરણકારોએ તબીબ પાસે પોતાની જ બેદરકારીથી મહિલા દર્દીનું મોત થયું હોવાની કબૂલાત કરાવતા ત્રણ વીડિયો બનાવ્યા હતા. વીડિયો બનાવ્યા બાદ તબીબને છોડી અપહરણકારો નાસી છૂટ્યા હતા. આ મામલે એલિસબ્રિજ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે 7 આરોપીની ઓળખ કરી આરોપીઓને જડપી લેવા તાજવીજ હાથ ધરી છે.