ગુજરાત

gujarat

ETV Bharat / state

Doctor Chug suicide case : હાઇકોર્ટના આદેશ બાદ 66 દિવસે અન્ય આરોપીઓ સહિત સાંસદ રાજેશ ચૂડાસમા સામે ફરિયાદ નોંધાશે - સાંસદ રાજેશ ચૂડાસમા

ગુજરાત હાઈકોર્ટમાં આજે ડોક્ટર અતુલ ચગ આત્મહત્યા કેસની વધુ સુનાવણી યોજાઇ હતી. વેરાવળ પોલીસ દ્વારા ફરિયાદ ન નોંધાવાને લઇને ડોક્ટર અતુલ ચગના પુત્રએ અરજી કરી છે તેની સુનાવણી કરતાં હાઇકોર્ટના આદેશ બાદ સાંસદ રાજેશ ચૂડાસમા સહિત અન્ય આરોપીઓ સામે ફરિયાદ નોંધવામાં આવશે.

Doctor Chug suicide case : હાઇકોર્ટના આદેશ બાદ 66 દિવસે અન્ય આરોપીઓ સહિત સાંસદ રાજેશ ચૂડાસમા સામે ફરિયાદ નોંધાશે
Doctor Chug suicide case : હાઇકોર્ટના આદેશ બાદ 66 દિવસે અન્ય આરોપીઓ સહિત સાંસદ રાજેશ ચૂડાસમા સામે ફરિયાદ નોંધાશે

By

Published : Apr 18, 2023, 10:06 PM IST

અમદાવાદ : વેરાવળના પ્રખ્યાત ડોક્ટર અતુલ ચગના આપઘાતના કેસમાં હવે હાઇકોર્ટના આદેશ બાદ 66 દિવસ પછી ફરિયાદ નોંધવામાં આવશે. આ કેસમાં મૃતકના દીકરાએ કન્ટેન્ટ ઓફ કોર્ટની અરજી દાખલ કરી હતી. ડોક્ટર ચગના જવાબદારો સામે સાંસદ રાજેશ ચૂડાસમા અને તેમના પિતાનું નામ સુસાઈડ નોટમાં હતું. હવે આ લોકો સામે ફરિયાદ નોંધવામાં આવશે.

ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી ડોક્ટર અતુલ ચગના આત્મહત્યા કેસમાં આજની સુનાવણી દરમિયાન હાઇકોર્ટમાં આજે કુલ બે કલાકથી વધુ સમય માટે સુનાવણી ચાલુ હતી. આજની સુનાવણી દરમિયાન અરજદારના વકીલે પીઆઇ સિવાયના જવાબદાર પોલીસ અધિકારીઓ સામે જવાબ રજૂ ન કરવા માટે વાંધો ઉઠાવ્યો હતો.

આ પણ વાંચો Dr Atul Chag Suicide Case : સાંસદ રાજેશ ચુડાસમાએ અતુલ ચગ આત્મહત્યા મુદ્દે પહેલીવાર ખુલાસો કર્યો, ચગના વકીલે પ્રશ્ન ઉઠાવ્યો

અતુલ ચગના જ અક્ષર અરજદારના વકીલે કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે ડોક્ટર અતુલ ચગની સુસાઇડ નોટમાં બે માર્ચના એફએસએલના રિપોર્ટમાં અતુલ ચગના જ અક્ષર હોવાનો ઉલ્લેખ જોવા મળ્યો હતો? તો પોલીસે ફરી સુસાઇડ નોટ એફએસીએલમાં શા માટે મોકલી તેનું કારણ શું છે? જે એફિડેવિટ ફાઇલ કરવામાં આવી છે તેમાં પણ આ વાતનો કોઈ ઉલ્લેખ જોવા મળ્યો નથી.

વધુ સુનાવણી આવતીકાલે પોલીસ ઇન્સ્પેક્ટરના વકીલ અને પબ્લિક પ્રોસિક્યુટર મીતેશ અમીને આ કેસમાં રજૂઆત કરી હતી. આ કેસમાં પોલીસ ફરિયાદ દાખલ કરવાની કોર્ટને બાંહેધરી આપી હતી. જ્યારે વકીલે આ કેસમાં ફોજદારી ગુનો બને છે કે નહીં એ કોર્ટને નક્કી કરવા માટે જણાવ્યું હતું. આ કેસની વધુ સુનાવણી આવતીકાલે વધુ હાથ ધરવામાં આવશે.

આ પણ વાંચો Gir Somnath Crime News : ડોક્ટર ચગની આત્મહત્યાનો મામલો હાઇકોર્ટ સુધી પહોંચે તેવી શક્યતા

શું છે મામલો વેરાવળમાં થોડા સમય પહેલાં ડોક્ટર અતુલ ચગે આત્મહત્યા કરી હતી. મૃતક અતુલ ચગ પાસેથી સુસાઇડ નોટ મળી આવી હતી. આ સુસાઇડ નોટમાં સાંસદ રાજેશ ચૂડાસમા અને તેમના પિતા નારણ ચૂડાસમાને લઈને તેમને આપઘાત કર્યો હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ આ કેસમાં વેરાવળ પોલીસ ફરિયાદ નોંધતી ન હોવાના કારણે ડોક્ટર અતુલ ચગના પુત્ર હિતાર્થે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી.

1.75 કરોડ લઇ પરત ન કરવાની વાતઆ કેસની તપાસ દરમિયાન ડોક્ટર અતુલ ચગ પાસેથી સાંસદ રાજેશ ચીડાસમા અને તેમના પિતાએ 1.75 કરોડ જેટલા રૂપિયા લઈને તેમને પરત ન આપવા હોવાનો ખુલાસો પણ થયો હતો. અત્રે એ નોંધનીય છે કે આત્મહત્યા કરવાના કેસના 24 કલાકમાં જ પોલીસ ફરિયાદ દાખલ થઈ જતી હોય છે પરંતુ આ કેસમાં પોલીસે ફરિયાદ દાખલ ન કરાતા પરિવાર દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો હતો. જે તે પોલીસ અધિકારીઓ સામે પણ અરજી કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી.

66 દિવસ બાદ સાંસદ સામે ફરિયાદ ઉલ્લેખનીય છે કે હવે હાઇકોર્ટના આદેશ બાદ 66 દિવસ બાદ ડોક્ટર અતુલ ચગની આત્મહત્યા કેસમાં પોલીસ ફરિયાદ નોંધવામાં આવશે. પોલીસ ફરિયાદ નોંધાતા જ સાંસદ રાજેશ ચુડાસમા અને તેમના પિતા સામે મુશ્કેલીઓ વધી શકે છે.

ABOUT THE AUTHOR

...view details