હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ જેવી જગ્યા પર તો લોકો ફરવા માટે જતા જ હોય છે, પરંતુ ગુજરાતીઓ વધારે એક્સપ્લોર કરવામાં પણ આગળ પડતા હોવાથી જ તેમનું નામ વખણાય છે. આ વાતને ધ્યાને રાખી યુકેની થોમસ કૂક ઈન્ડીયા ટ્રાવેલ કંપનીએ આ વખતે 89,900 થી શરૂ થતા 2020માં હોલીડે પેકેજ લોન્ચ કર્યા છે.
આ વર્ષે ગુજરાતીઓ માટે દિવાળીમાં હોટ ફેવરિટ ડેસ્ટિનેશન છે, મલેશિયા, સિંગાપુર અને અંદમાન નિકોબાર - gujarati news
અમદાવાદઃ ગુજરાતીઓ પહેલાથી જ હરવા ફરવાના ખૂબ શોખીન છે, તેમાં પણ જો દીવાળીનો તહેવાર હોય અને ગુજરાતીઓ ફરવા ન જાય તેવું ન જ બને. ક્યાંક ને ક્યાંક તો ફરવા માટે નીકળી જતા હોય છે. જો આ વખતની વાત કરીએ તો દિવાળી પર ગુજરાતીઓ માટે ફરવાની હોટ ફેવરિટ જગ્યાઓ ઇન્ડિયા બહારની વધારે નોંધાઈ છે.
સૌજન્ય ટ્વીટર
આ પેકેજમાં યુરોપિયન ધમાકા, યુકે ડીલાઇટ્સ, કેનેડિયન ડીલાઈટ્સ વગરેનો સમાવેશ થાય છે. જ્યારે થાઇલેન્ડ, સિંગાપુર ,મલેશિયા, દુબઈ ,ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ વગેરે એક્ઝોટીક ડેસ્ટિનેશન છે. ભારતની વાત કરવામાં આવે તો, કેરળ, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, અંદમાન-નિકોબાર જવાનું લોકો વધારે પસંદ કરે છે.