અમદાવાદ રાજ્યભરમાં ધામધૂમ પૂર્વક દિવાળીની ઉજવણી (Diwali in Ahmedabad) કરવામાં આવી રહી છે. કોરોનાના બે વર્ષ બાદ હર્ષો ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. સાથે આજના દિવસે દિવાળીમાં વેપારી વર્ગ દ્વારા ચોપડા પૂજન મહત્વ હોય છે. ત્યારે વેપારી વર્ગ આખા વર્ષનો હિસાબ રાખવા માટે ચોપડા કે ઇલેક્ટ્રીક સાધનો ઉપયોગ કરતા હોય છે. જેને લઈને આજના અવસર પર મણિનગર સ્વામિનારાયણ મંદિર દ્વારા વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. (Diwali 2022 in Ahmedabad)
ભગવાનના પૂજન બાદ ચોપડા પૂજન સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જિતેન્દ્રિય પ્રિયદાસ સ્વામી મહારાજ જણાવ્યું હતું કે, આજના યુગ પ્રમાણે ચોપડાની સાથે લેપટોપનું પૂજન (chopda pujan Importance) કરવામાં આવે તો પણ સરખું જ ફળ પ્રાપ્ત થાય છે. ચોપડામાં હિસાબ લખવામાં આવે કે લેપટોપમાં હિસાબ લખવામાં આવે તે બંનેનું સરખું ગૌરવ છે. મુખ્ય વાત એ છે કે, ભગવાનને સંભારીને હિસાબ લખીએ તો આર્થિક રીતે સુખી થવાય છે. આપણા ભારતમાં દિવાળીના દિવસે ભગવાનનું પૂજન કર્યા પછી ચોપડા પૂજન કરાય છે. (Ahmedabad chopda pujan)