ગુજરાત

gujarat

ETV Bharat / state

ધોલેરા સ્વામિનારાયણ મંદિર દ્વારા જરૂરિયાત મંદ પરિવારોને જેકેટ તથા ખાદ્ય સામગ્રી કીટનું વિતરણ - કોઠારી સ્વામી

ધોલેરા સ્વામિનારાયણ મંદિર દ્વારા કોરોના મહામારીના સમયમાં સ્વામિનારાયણ ભગવાનના સર્વ જીવ હિતાવહ સંદેશો દર્શાવતી શિક્ષાપત્રીની આજ્ઞા અનુસાર માતા -પિતા, ગુરુ અને રોગા તૂરોની જીવન પર્યંત સેવા કરવાના ઉદ્દેશને સાચા અર્થમાં ચરિતાર્થ કરી બતાવ્યો છે. ધોલેરા સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામી- રામકૃષ્ણ દાસજીના હસ્તે ખાદ્ય સામગ્રીની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ધોલેરા
ધોલેરા

By

Published : Dec 18, 2020, 8:25 PM IST

  • ધોલેરા સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામી- રામકૃષ્ણ દાસજીના હસ્તે ખાદ્ય સામગ્રીની કીટનું વિતરણ
  • મંદિરના અન્ય સ્વામી તથા હરિભક્તો દ્વારા શિયાળાની ઋતુ માટે ગરમ જેકેટનું વિતરણ
  • ધોલેરા તાલુકાના 8 ગામોના 200 ગરીબ પરિવારોને જેકેટ તેમજ ખાદ્યસામગ્રી કીટનું વિતરણ

અમદાવાદ : ગ્રામ્ય વિસ્તારના ભાલ પંથકમાં ધોલેરા ખાતે સ્વામિનારાયણ ભગવાનનું 200 વર્ષ જુનું ઐતિહાસિક સુપ્રસિદ્ધ મંદિર આવેલ છે. આ ધોલેરા સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામી- રામકૃષ્ણ દાસજીના હસ્તે ખાદ્ય સામગ્રીની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ધોલેરા સ્વામિનારાયણ મંદિર દ્વારા જરૂરિયાત મંદ પરિવારોને જેકેટ તથા ખાદ્ય સામગ્રી કીટનું વિતરણ

કોઠારી સ્વામીએ જરૂરિયાત મંદ પરિવારોને ખાદ્ય-સામગ્રીની કીટ અર્પણ કરી

" જનસેવા એ જ પ્રભુસેવા" ને ધ્યાને લઇ ધોલેરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા ગરીબ પરિવારોનો સર્વે કર્યા બાદ ધોલેરા સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામી રામકૃષ્ણ દાસજી તથા નિત્ય પ્રકાશ સ્વામીજી દ્વારા સેવાકીય પ્રવૃત્તિ હાથ ધરી હતી. જેમાં ગરીબ પરિવારોને શિયાળાની ઋતુ માટે ઉપયોગી એવું ગરમ જેકેટ અને ખાદ્ય સામગ્રીની કીટ( ઘઉં, ચોખા, દાળ, તેલ તેમજ મરી-મસાલા) સહિતની કીટ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. સૌપ્રથમ ધોલેરા ખાતેથી કોઠારી સ્વામીએ 25 ગરીબ અને જરૂરિયાત મંદ એવા પરિવારોને ખાદ્ય-સામગ્રીની કીટ અર્પણ કરી સેવાકીય પ્રવૃત્તિનો પ્રારંભ કર્યો.

ધોલેરા સ્વામિનારાયણ મંદિર દ્વારા જરૂરિયાત મંદ પરિવારોને જેકેટ તથા ખાદ્ય સામગ્રી કીટનું વિતરણ

કીટ વિતરણની સેવાકીય પ્રવૃત્તિમાં ધોલેરા તાલુકાના ગામો જોડાયા

આમ ધોલેરા તાલુકાના વિવિધ ગામો જેવા કે, ખુણ-32 પરિવારો, રાજપુર ગામ-30, ઝાંખી-22, મીંગલપુર-20, ભાણગઢ-25, મહાદેવપુરા-22, રાહ તળાવ-24 પરિવારો સહિત કુલ 200 પરિવારોને કીટ વિતરણ કરવામાં પૂ. હરી કેશવ સ્વામી, હરિ પ્રકાશ સ્વામી, પુરુષોત્તમ સ્વામી, અનિરુદ્ધ સ્વામી ઉપરાંત હરિભક્ત વિજયસિંહ, મુકાભાઈ તેમજ ગોવિંદભાઈ મહેતાજી સહિતનાઓ કીટ વિતરણની સેવાકીય પ્રવૃત્તિમાં જોડાયા હતા.

ધોલેરા સ્વામિનારાયણ મંદિર દ્વારા જરૂરિયાત મંદ પરિવારોને જેકેટ તથા ખાદ્ય સામગ્રી કીટનું વિતરણ

ABOUT THE AUTHOR

...view details