વિઠ્ઠલાપુર પોલીસે દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી અને વૉશ ઝડપી પાડ્યો - rural areas of ahmedabad
ગાંધીના ગુજરાતમાં દારૂબંધી એ હવે ફક્ત નામની જ રહી ગઇ હોય તેમ અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં છાનેખૂણે દારૂની ભઠ્ઠીઓ ધમધમતી હોવાના અનેકવાર કિસ્સાઓ સામે આવતા હોય છે. અમદાવાદના વિઠ્ઠલાપુર પાસે પોલીસે દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી અને વૉશ ઝડપી પાડ્યા હતા. પોલીસે આ મામલે 2 આરોપીઓની અટકાયત કરી હતી.
વિઠ્ઠલાપુર પોલીસે દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી અને વૉશ ઝડપી પાડ્યો
•ખાનગી બાતમીના આધારે પોલીસે રેડ કરી.
•વિઠ્ઠલાપુર પોલીસે દેશી દારૂ સહિત 450 લીટર વોશ ઝડપી પાડયો.
•બે આરોપીની અટકાયત કરી હતી.
અમદાવાદ: અમદાવાદ IG કે.જી.ભાટી તથા પોલીસ અધિક્ષક વિરેન્દ્રસિંહ યાદવ તથા ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ પ્રોહીબિશન, જુગારની કામગીરી માટે વિરમગામ મદદનીશ પોલીસ અધિક્ષક લવીના સિંહા અને વિઠલાપુર પોલીસ સ્ટેશનના PSI એમ.એ.વાઘેલા, અ.પો.કો. રાજુભાઈ મળીને વિઠ્ઠલાપુરપોલીસ ટીમે રેડ કરી દારૂ ગાળવાની ભઠ્ઠી અને વૉશ ઝડપી પાડ્યા હતા.