ગુજરાત

gujarat

ETV Bharat / state

મેડિકલ વેસ્ટના નિકાલ માટે પીળા રંગની ડસ્ટબિન, માસ્ક અને મોજાં આમા ફેંકો - મેડિકલ વેસ્ટ

હાલ કોરોના વાયરસ સામે પ્રાથમિક રક્ષણ મેળવવા માસ્ક અને હાથમોજાંનો વ્યાપક ઉપયોગ થઈ રહ્યો છે. જેના વપરાશ બાદ જ્યાં ત્યાં ન ફેંકતાં એએમસીએ મૂકેલાં પીળા ડસ્ટબિનમાં નિકાલ કરવાનું જણાવવામાં આવ્યું છે.

મેડિકલ વેસ્ટના નિકાલ માટે પીળા રંગની ડસ્ટબિન, માસ્ક અને મોજાં એમાં ફેંકો
મેડિકલ વેસ્ટના નિકાલ માટે પીળા રંગની ડસ્ટબિન, માસ્ક અને મોજાં એમાં ફેંકો

By

Published : Apr 8, 2020, 6:28 PM IST

Updated : Apr 8, 2020, 7:03 PM IST

અમદાવાદઃ કોરોનાવાયરસ સામે જ્યારે દેશ ઝઝૂમી રહ્યો છે. ત્યારે હેન્ડ ગ્લવ્ઝ અને માસ્કનો ઉપયોગ મેડિકલ સ્ટાફની સાથે સાથે સામાન્ય લોકો પણ સાવચેતીના ભાગ રૂપે કરી રહ્યાં છે. આ માસ્ક અને મોજાં નાગરિકો સામાન્ય કચરાપેટીમાં કે જ્યાં ને ત્યાં નાખી દેતાં હોય છે. બની શકે કે આ મેડિકલ વેસ્ટમાં કોરોના વાયરસના રોગજન્ય વિષાણુ હોઈ શકે અને તેના કારણે આ રોગ વધુ ફેલાઈ શકે. આ ગંભીર બાબતને ધ્યાનમાં લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પીળા કલરની ડસ્ટબિન જાહેર જગ્યાએ મુકવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે.

મેડિકલ વેસ્ટના નિકાલ માટે પીળા રંગની ડસ્ટબિન, માસ્ક અને મોજાં એમાં ફેંકો

શહેરના પોલિસ સ્ટેશન, અર્બન હેલ્થ સેન્ટર, રેલવે સ્ટેશન વગેરે જાહેર જગ્યાઓએ આવી ડસ્ટબિન મુકાશે જેમાં નાગરિકો આ બધી વસ્તુઓ નાખી શકશે અને તેનો યોગ્ય નિકાલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવશે.

Last Updated : Apr 8, 2020, 7:03 PM IST

ABOUT THE AUTHOR

...view details