ગુજરાત

gujarat

ETV Bharat / state

AMC દ્વારા હોમ આઇસોલેશન અને ટેસ્ટિંગ માટેની એડવાઈઝરી કરી જાહેર - હોમ આઇસોલેશન માટેની એડવાઈઝરી કરી જાહેર

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોરોના ટેસ્ટિંગ માટેની પ્રક્રિયા બદલાવવામાં આવી છે, ત્યારે હોમ આઇસોલેશન અને રેપિડ ટેસ્ટ માટેની નવી એડવાઇઝરી પણ કોર્પોરેશન દ્વારા જાહેર કરી દેવામાં આવી છે.

Disclosure of Advisory for Home Isolation and Testing by amc
Disclosure of Advisory for Home Isolation and Testing by amc

By

Published : Nov 14, 2020, 8:53 AM IST

  • ટેસ્ટ પોઝિટિવ આવ્યા બાદ ફરી રિપોર્ટ કરાવવાની જરૂરિયાત નહીં
  • રેપિડ ટેસ્ટ નેગેટિવ પરંતુ લક્ષણો દેખાય તો જ આર ટી પી સી આર
  • એડવાઇઝરીનો ભંગ કરનારા વિરુદ્ધ એપેડેમીક એક્ટ મુજબ કાર્યવાહી

અમદાવાદઃ એએમસી દ્વારા કોરોના ટેસ્ટિંગ માટેની પ્રક્રિયા બદલાવવામાં આવી છે, ત્યારે હોમ આઇસોલેશન અને રેપિડ ટેસ્ટ માટેની નવી એડવાઇઝરી પણ કોર્પોરેશન દ્વારા જાહેર કરી દેવાઇ છે.

રેપિડ ટેસ્ટ નેગેટિવ પરંતુ લક્ષણો દેખાય તો જ આર ટી પી સી આર

મહત્વનું છે કે, જે દર્દીઓ રેસીડેન્ટ અથવા તો આર ટી સી આર જે ટેસ્ટ છે, જે પોઝીટીવ આવ્યો હોય તેવા દર્દીઓને સંજીવની સેવામાં હોમ દ્વારા સારવાર આપવામાં આવે છે પરંતુ જો કોઈ પણ દર્દીની તબિયત ગંભીર થાય તો તેવા દર્દીઓને હોસ્પિટલમાં દાખલ થવાની કામગીરી કરવામાં આવે છે. આ સંજોગોમાં દર્દીઓને અમુક સમય બાદ રિપોર્ટ કરાવવાની જરૂરિયાત રહેતી નથી, પરંતુ હોમ આઇસોલેશનમાં રહેલા દર્દીઓ પોતાની જાતે જ રિપોર્ટ કરતા જાય છે અને આઇસોલેશન નિયમોનો ભંગ કરતા રહે છે.

AMC દ્વારા હોમ આઇસોલેશન અને ટેસ્ટિંગ માટેની એડવાઈઝરી કરી જાહેર

એડવાઇઝરીનો ભંગ કરનારા વિરુદ્ધ કાર્યવાહી

હાલની મહામારીના સમયમાં લોકો પોતાની જરૂરિયાતના હોવા છતાં એન્ટીજન રેપિડ ટેસ્ટ કરાવી રહ્યા છે. તેને રોકવા માટે કોર્પોરેશન દ્વારા હોમ આઇસોલેશન અને ટેસ્ટિંગ માટેની નવી એડવાઇઝરી જાહેર કરી દેવામાં આવી છે. જો કોઈપણ વ્યક્તિ આ એડવાઇઝરીનો ભંગ કરતો જણાશે તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પણ કોર્પોરેશન દ્વારા કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details