અમદાવાદઃ કોરોનાની મહામારીમાં હાલમાં અનેક સંસ્થાઓ આગળ આવી છે. ધંધા-રોજગાર બંધ હોવાના કારણે અપંગ માનવ મંડળ દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે. ગામેગામ રહેતા દિવ્યાંગોની માહિતી મેળવી તેમને રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું છે.
અપંગ માનવ મંડળ દ્વારા ગામેગામ રહેતા દિવ્યાંગોને રાશન કીટનું વિતરણ કરાયું - living in villages
કોરોનાની મહામારીમાં હાલમાં અનેક સંસ્થાઓ આગળ આવી છે. ધંધા-રોજગાર બંધ હોવાના કારણે અપંગ માનવ મંડળ દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે. ગામેગામ રહેતા દિવ્યાંગોની માહિતી મેળવી તેમને રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું છે.
હાલમાં કોરોના વાઇરસની મહામારીને કારણે જે લોકડાઉન કરવામાં આવ્યું છે. તેમાં ધંધા-રોજગાર બંધ હોવાના કારણે અપંગ માનવ મંડળ દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી હતી. ગુજરાતના ગામે ગામ રહેતા દિવ્યાંગ લોકોની માહિતી મેળવી અને ભોજન માટે રાશનની કીટ જ્યાં રહેતા હોય ત્યાં સ્થળ ઉપર જઈ અને આપવામાં આવી હતી. અત્યાર સુધીમાં પાંચ હજારથી વધુ અનાજની કીટ દિવ્યાંગ લોકો સુધી પહોંચાડવામાં આવી છે. અને હાલમાં પણ આ કાર્ય અવિરતપણે ચાલુ જ છે.
દરેક સંસ્થાઓ પોતપોતાની રીતે સેવાભાવી કાર્ય કરી રહ્યા છે, ત્યારે અપંગ માનવ મંડળ દ્વારા કરવામાં આવતી આ સહાય કીટ વિતરણ એક અતિ ઉત્તમ સેવાકીય કાર્ય કહી શકાય કેમ કે, દિવ્યાંગ વ્યક્તિ કોઈ પાસે ખરીદી કરવા જઈ શકે તેમ ન હોવાના કારણે તેમને ઘેર બેઠા ગામેગામ ફરી અને સપ્લાય કરવો તેઓ ઉચ્ચ આશય દ્વારા આ કાર્ય કરવામાં આવ્યું છે તે ખુબ જ સરાહનીય છે.