સમગ્ર ઘટનામાં વધુમાં કહીએ તો, વસ્ત્રાલ ખૂબ જ વિકાસ થઈ રહેલ વિસ્તારમાં સ્થાન ધરાવે છે. જેમાં લોકો પીવા માટે બોરના પાણીનો ઉપયોગ કરે છે. જે ભૂગર્ભમાં ગટરના પાણી ભરવાના લીધે દુષિત થવાની સંભાવના રહેલી છે. આ ઉપરાંત લોકોના સ્વાસ્થય પર પણ ગંભીર અસર થઇ શકે છે.
લોકોના સ્વાસ્થય સાથે ચેડા, વસ્ત્રાલમાં ભૂગર્ભજળ થઈ રહ્યું છે દૂષિત - Polution
અમદાવાદ: શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલા શુકુન હાઈટ્સમાં 2 વર્ષ પહેલાં ગટર લાઈનમાં ભંગાણ પડેલ હતું. જેનો હજુ સુધી નિકાલ કરવામાં આવ્યો નથી. જેના પરિણામે ગટરનું દુર્ગંધયુક્ત પાણી ખાલી પડેલા ખેતરમાં વહી રહ્યું છે. ગટરના પાણીથી ખેતરો લગભગ 2 ફૂટ જેટલા ભરાઈ ગયા છે. પાણી જમીનમાં ઉતરવાને કારણે ભૂગર્ભ જળ દૂષિત થવાની સંભાવના ઉભી થઈ છે.
![લોકોના સ્વાસ્થય સાથે ચેડા, વસ્ત્રાલમાં ભૂગર્ભજળ થઈ રહ્યું છે દૂષિત](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3862394-thumbnail-3x2-vastral.jpg)
લોકોના સ્વાસ્થય સાથે ચેડા, વસ્ત્રાલમાં ભૂગર્ભજળ થઇ રહ્યું છે દુષિત
સ્થાનિકોએ આ વાતની જાણ તંત્ર તેમજ તમામ સત્તાધિકારી સમક્ષ કરી હોવા છતાં આશ્વાસન સિવાય કશું મળ્યું નથી. આ સમસ્યાનું નિરાકરણ ક્યારે આવશે તેની જાણ મેળવવા માટે જાગૃત નાગરિક દ્વારા RTI કરી હોવા છતાં તંત્ર દ્વારા તેનો પણ કોઈ જવાબ આવ્યો નથી.
લોકોના સ્વાસ્થય સાથે ચેડા, વસ્ત્રાલમાં ભૂગર્ભજળ થઇ રહ્યું છે દુષિત