ગુજકોમાસોલના ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણી માટેનો મેન્ડેટ લઈને ભાજપના પ્રદેશ મહામંત્રી કે. સી. પટેલ અને પ્રદેશ પ્રવક્તા ભરત પંડયા ગુજકોમાસોલ પહોંચ્યાં હતાં. ઉપસ્થિત સભ્યો વચ્ચે પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીની સહીથી લખેલો મેન્ડેટ વાંચવામાં આવ્યો હતો.
ગુજકોમાસોલ ચેરમેનપદે ફરી દિલીપ સંઘાણી - Gujcomasol elections
અમદાવાદ : ગુજરાતમાં સહકારી માળખામાં થતી ચૂંટણીમાં સ્થાનિક કક્ષાના રાજકારણમાં દબદબો જાળવવો રાજકીય પક્ષો માટે મહત્ત્વનો બની રહેતો હોય છે ત્યારે ગુજકોમાસોલ જેવી મોટી સહકારી સંસ્થાની ચૂંટણીમાં ભાજપે સિક્કો પાડી દીધો છે. આજે થઈ ગયેલી ચૂંટણી ખાસ બની રહી હતી કારણ કે ચેરમેન વાઈસ ચેરમેન પદ માટેની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારો ફરી પદાસીન થઈ ગયાં છે.
ગુજકોમાસોલ ચેરમેનપદે ફરી દિલીપ સંઘાણી
આ મેન્ડેટ પ્રમાણે ચેરમેન તરીકે દિલીપ સંઘાણી અને વાઈસ ચેરમેન તરીકે ગોવિંદભાઈ પરમારના નામ જાહેર કરવામાં આવ્યાંહતાં. ઉલ્લેખનીય છે કે આ બંને પદાધિકારીઓને રીપિટ કરવામાં આવ્યાં છે.