- પ્રમુખ સ્વામી મહારાજની રામ મંદિર બનાવવાની ભાવના હતી
- 31 વર્ષ અગાઉ રામશિલાનું પૂજન કર્યું
- શાહીબાગ સ્વામીનારાયણ મંદિરમાં પૂજન કર્યું હતું
અમદાવાદ : 1989માં પ્રમુખ સ્વામી મહારાજની અંતઃકરણની ભાવના હતી કે, જન્મભૂમિ પર રામનું ભવ્ય મંદિર બનવું જોઈએ. તે ભાવનાને અનુલક્ષીને જ પ્રમુખ સ્વામીએ 31 વર્ષ પહેલા રામશિલાનું પૂજન કર્યું હતું. તેમને ખબર હશે કે અયોધ્યામાં ભવ્ય રામ મંદિર આજે નહી તો કાલે બનવાનું જ છે. તની અગમચેતી તેમને ભગવાન રામે આપી દીધી હશે. પ્રમુખ સ્વામી મહારાજે પૂજન કરેલ રામશિલાને અયોધ્યામાં રામ જન્મભૂમિ સ્થળે લઈ જવાઈ છે.
રામ મંદિર યાત્રાની ગંગોત્રી કહીએ
રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના ટ્રસ્ટી તેમજ કોષાધ્યક્ષ પરમ પૂજ્ય ગોવિંદદેવગીરીજી મહારાજે ખાસ પધારીને આશીર્વચન પાઠવ્યા હતા અને જણાવ્યું હતું કે, જે સ્થાનથી રામશિલાના પૂજન સાથે પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના હસ્તે મંદિર-નિર્માણની શિલાના પૂજનનો આરંભ થયો હતો, એ સ્થાનમાં આજે પુનઃ રામમંદિર માટે એકત્રિત થયા છીએ. ત્યારે એટલું કહીશ કે, રામમંદિરની યાત્રાનો પ્રારંભ ભગવાન સોમનાથના મંદિરથી થયો હતો. એટલે તેને રામમંદિરની યાત્રાની ગંગોત્રી કહીએ, અને આ BAPS સ્વામિનારાયણ મંદિરને તેનું ગૌમુખ કહેવું જોઈએ. અહીંથી આપણને બધાને પ્રેરણા આપતી ધારા વહી છે.