- ફાયરિંગ અને હત્યાની કોશિશમાં ફરાર આરોપીને ધાંગધ્રા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન પકડ્યો
- ફાયરિંગ અને હત્યાની કોશિશમાં ફરાર આરોપી ગેડીયાથી પકડાયો
- ઈસ્માઈલ ખાન બિસ્મિલ્લા ખાન જતને ગેડીયા ગામની સીમમાંથી ધાંગધ્રા પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
વિરમગામઃ ફાયરિંગ અને હત્યાની કોશિશમાં ફરાર આરોપીને ગેડીયા ગામની સીમમાંથી ધાંગધ્રા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ઝડપી પાડયો છે. પોલીસ વડા મહેન્દ્ર બગડીયા તથા ધાંગધ્રા ડી.વાય.એસ.પી પી.આર.બી.દેવધાને શરીર સંબંધી તેમજ મિલકત વિરુધ્ધના ગુન્હાઓ બનતા અટકાવવા તેમજ આવા ગુનાઓના નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવા માટે એક્શન પ્લાન બનાવી ગુન્હા શોધી કાઢવા બજાણા પી.એસ.આઇ વી.એન.જાડેજાને સૂચના આપી હતી.
બાતમીના આધારે પોલીસે આરોપીની કરી ધરપકડ