ગુજરાત

gujarat

ETV Bharat / state

Dholka Rape Crime : નરાધમે 15 વર્ષીય સગીરાની એકલતાનો લાભ લીધો, ઘરમાં ઘુસીને કર્યો રેપ - અન્ય સમુદાયના યુવક

ધોળકામાં કિશોરી સાથે બળાત્કારની ઘટના સામે આવી છે. 15 વર્ષીય કિશોરી તેના ઘરમાં એકલી હતી. ત્યારે અન્ય સમુદાયના યુવકે કિશોરીની એકલતાનો લાભ લઇને ઘરમાં ઘુસી બળાત્કાર ગુજાર્યો હતો. જોકે, ધોળકા પોલીસે ફરિયાદના આધારે ગણતરીના કલાકમાં આરોપીને ઝડપી પાડ્યો હતો.

નરાધમે 15 વર્ષિય સગીરાની એકલતાનો લાભ લીધો
નરાધમે 15 વર્ષિય સગીરાની એકલતાનો લાભ લીધો

By

Published : Jul 12, 2023, 6:50 PM IST

ધોળકા પોલીસે આરોપીની ધરપકડ કરી

અમદાવાદ : ધોળકામાં અન્ય સમુદાયના યુવકે કિશોરી સાથે રેપ કર્યાનો બનાવ સામે આવ્યો છે. અન્ય સમુદાયના યુવકે એકલતાનો લાભ લઈને કિશોરીના ઘરમાં ઘુસીને બળાત્કાર ગુજાર્યો હતો. આ મામલે ધોળકા પોલીસે આરોપીની ધરપકડ કરી છે. ધોળકા પોલીસે ગુનો નોંધી મંહમદ શકીલ ખલીફા નામના આરોપીની ધરપકડ કરી છે. આરોપીએ 15 વર્ષની સગીરાને પોતાની હવસનો શિકાર બનાવી હતી.

એકલતાનો ફાયદો ઉપાડ્યો : પોલીસમાંથી મળતી સત્તાવાર માહિતી અનુસાર ધોળકામાં રહેતી 15 વર્ષીય કિશોરી પોતાના ઘરે એકલી હતી અને તેના પિતા નોકરીએ ગયા હતા. કિશોરી અને તેના પરિવારજનો આરોપી મોંહમદ શકીલ ખલીફાના પરિચિત હતા. પરંતુ નરાધમની કિશોરી પર દાનત બગડી હતી. કિશોરીની એકલતાનો લાભ લઇ આરોપીએ મોંહમદ શકીલ ખલીફ વહેલી સવારે ઘરમાં ઘુસી ગયો હતો. નરાધમે કિશોરીનું મોઢું દબાવી તેની સાથે બળજબરીથી પૂર્વક બળાત્કાર ગુજાર્યો હતો.

રેપ બાદ ધમકી : જોકે, આરોપી દુષ્કર્મ કરવાનો પ્રયાસ કરે તે પહેલાં કિશોરીએ પ્રતિકાર કર્યો હતો. ત્યારે આરોપીએ કિશોરીને જીવતી નહી રહેવા દવું તેવી ધમકી આપી હતી. કિશોરીએ બુમાબુમ કરતા પાડોશી લોકો દોડી આવ્યા હતા અને વિધર્મી યુવક નાસી ગયો હતો. ત્યારબાદ આ ઘટના અંગે ધોળકા પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં આપોપીની ધરપકડ કરી છે

આ બલાત્કારની ઘટના મામલે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપી વિડીયોગ્રાફી કરે છે. જોકે આ મામલે પોક્સો સહિતની કલમો હેઠળ આરોપીને પકડી તેની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.--પ્રકાશ પ્રજાપતિ (DYSP, ધોળકા ડિવિઝન)

નરાધમ ઝડપાયો : પોલીસની પૂછપરછ દરમિયાન આરોપી મોંહમદ શકીલ ખલીફાએ ગુનાની કબૂલાત કરી હતી. પોતે કિશોરીની સાથે એક તરફી પ્રેમમાં કરતો હતો. ઘટના બની તે દિવસે સગીરા ઘરમાં એકલી હોવાથી તેણે વહેલી સવારે કિશોરીને ધમકી આપી હતી. તેણે કિશોરી સાથે બળજબરી પૂર્વક શારીરિક સંબંધ બાંધ્યા હતા. આરોપી મોંહમદ શકીલ ખલીફ ખાન 26 વર્ષીય છે અને વિડીયોગ્રાફીનું કામ કરે છે. હાલ ધોળકા પોલીસે કિશોરીનું મેડિકલ ચેકઅપ કરાવી અને આરોપી મંહમદ શકીલ ખલીફાની ધરપકડ કરી છે. પોલીસે આરોપી વિરુદ્ધ રિમાન્ડ મેળવી વધુ તપાસ શરૂ કરી છે.

  1. Jamnagar Crime : જામનગરમાં પરિણીતાનો આપઘાત, સાસરીયાં પિયરીયાંના એકબીજા પર આક્ષેપો અને પોલીસ પર આક્ષેપનો પેચીદો મામલો
  2. Surat Crime : ઓલપાડના ઇસનપોરમાંથી ઘીનો શંકાસ્પદ જથ્થો ઝડપાયો, જોઇ લો તમારા ઘરમાં આ ઘી નથી ને

ABOUT THE AUTHOR

...view details