ગુજરાત

gujarat

ETV Bharat / state

ધોળકા વિધાનસભા ચૂંટણી વિવાદઃ હાઈકોર્ટે રિટનિંગ અધિકારીને પક્ષકાર બનાવ્યો - assembly election

અમદાવાદ: ધોળકા વિધાનસભા બેઠક વિવાદ મુદે  શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાની જીતને રદ જાહેર કરતી ઈલેકશન પીટીશન મામલે સાક્ષી તરીકે હાજર રહેલાં રિર્ટનિંગ ઓફિસર ધવલ જાનીની જુબાની, ફરજ  અને ભુમિકા ચૂંટણી પંચના નિયમો વિરૂધ હોવાથી મંગળવારે હાઈકોર્ટે ધવલ જાની સહિત મહિલા નિરક્ષક બિનિતા વોરાને અગામી સુનાવણી દરમ્યાન પક્ષકાર તરીકે હાજર રહેવાનો આદેશ આપ્યો હોવાની વિગતો સામે આવી છે.

ફાઇલ ફોટો

By

Published : Apr 2, 2019, 8:37 PM IST

ભુપેન્દ્રસિંહ ચૂડાસમાની ઈલેક્શન પીટીશન મામલે જસ્ટીસ પરેશ ઉપાધ્યાયની કોર્ટમાં ચાલતી રિર્ટનિંગ ઓફિસર ધવલ જાનીની જુબાની અને ભુમિકા શંકાસ્પદ લાગતા હાઈકોર્ટે ધવલ જાની વિરૂધ નોટીસ કાઢી છે. તે ઉપરાંત આગામી સુનાવણી દરમ્યાન પક્ષકાર તરીકે હજાર રહી તેમના પર લગાડવામાં આવેલા આક્ષેપ મુદે જવાબ રજુ કરવાનો આદેશ કર્યો હતો. આ મામલે વધુ સુનાવણી આગામી 16મી એપ્રિલના રોજ હાથ ધરવામાં આવશે.

આ કેસમાં છેલ્લી ત્રણ મુદતથી રિર્ટનિંગ ચૂંટણી અધિકારી ધવલ જાનીની જુબાની ચાલી રહી હતી. જેમાં તેઓ હાઈકોર્ટ સમક્ષ યોગ્ય ખુલાસો ન કરી શકતા હાઈકોર્ટે તેમને પક્ષકાર બનાવી દીધા છે. ધોળકા વિધાનસભા બેઠક પર રિર્ટનિંગ ઓફિસર તરીકે કાર્યરત ધવલ જાનીએ જુબાનીમાં કહ્યું હતું કે 429 પોસ્ટલ બેલેટ મત ચૂંટણી પંચના નિયમો વિરૂધ હોવાથી તેમને રદ્દ જાહેર કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે આ બેઠક પરથી ભાજપના ભુપેન્દ્રસિંહ ચૂડાસમાનો 327 મત જેટલી પાતળી માર્જિનથી વિજય થયો હતો.

હાઈકોર્ટમાં આ મામલે રજુ કરાયેલા સીસીટીવી કેમરામાં પણ ધવલ જાની કોઈ વ્યકિત સાથે 3-4 વાર વાતચીત કરતા નજરે પડ્યાં હતા. તે ઉપરાંત કોગ્રેસી ઉમેદવાર અશ્વિન રાઠોડ દ્વારા મતોની ફરીવાર ગણતરી કરવાની માંગને પણ સ્વીકારવામાં ન આવી હોવાનો તેમના પર આક્ષેપ કરવામાં આવ્યું છે. જોકે આ મામલે ધવલ જાનીએ પોતાના બચાવામાં હાઈકોર્ટ સમક્ષ ચૂંટણી પંચ પાસેથી ફોનના ઉપયોગની પરવાનગી લીધી હોવાનું જણાવ્યું હતું, જ્યારે ફરીવાર મત-ગણતરી માટે નિયમ મુજબ લેખિતમાં રજુઆત ન કરતા એશ્વિન રાઠોડની માંગ સ્વીકારવામાં આવી ન હતી.

અરજદાર અશ્વિન રાઠોડનો આક્ષેપ છે કે આચારસંહિતા લાગુ થયા બાદ ધોળકાના ડેપ્યુટી કલેક્ટર ગૌરાંગ પ્રજાપતિ કે જે રિર્ટનિંગ ઓફિસર બનવા પાત્રહતા. તેમ છતાં તેમને ગેરકાયદેસર રીતે હટાવી ધવલ જાનીની નિમણૂક કરવામાં આવી હતી. અશ્વિન રાઠોડનો બીજો આક્ષેપ છે કે ચૂંટણી પંચના નિયમો પ્રમાણે પહેલાં પોસ્ટલ બેલેટની મતગણતરી કર્યા બાદ ઈવીએમની મત-ગણતરી કરવામાં આવી છે. જોકે ધોળકા વિધાનસભા બેઠકમાં નિયમનો ભંગ કરવામાં આવ્યો છે અને પાતળી માર્જિનનો અંતર જાણયા બાદ પોસ્ટલ બેલેટની મત-ગણતરી શરૂ કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details