- સ્વામિનારાયણ મંદિરમાં મદનમોહનજી મહારાજનો 195માં પાટોત્સવ
- પાટોત્સવ પ્રસંગે વડતાલના પિઠાધિપતિ આચાર્ય મહારાજના વરદ હસ્તે ઠાકોરજીને અભિષેક
- હિંગળાજીયા હનુમાનજી મહારાજની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરાઇ
અમદાવાદ : ધોલેરા સ્વામિનારાયણ મંદિરમાં બિરાજમાન મદન મોહનજી મહારાજના ધામથી હરિભક્તો અને શ્રદ્ધાળુઓને આધ્યાત્મિક પ્રેરણા મળે છે. લોકોની આધિ વ્યાધિ અને ઉપાધિના ત્રિવિધ તાપ સમાય છે. એક શીતળ ભાગીરથી તેમજ આસ્થા અને આકર્ષણનું એક પવિત્ર તીર્થ એટલે ધોલેરા ધામ ગણાય છે.
આ પણ વાંચો : ડાકોર રણછોડરાય મંદિરના 250માં પાટોત્સવની ભક્તિપૂર્ણ ઉજવણી
હનુમાનજી મહારાજના નૂતન મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન પણ કરાયું
ધોલેરા તીર્થધામનો 195 વાર્ષિક પાટોત્સવ વડતાલના પિઠાધીપતિ પ.પૂ.ધ.ધૂ આચાર્ય મહારાજ 1008 રાકેશ પ્રસાદ મહારાજના શુભ આશીર્વાદથી વડતાલ ટેમ્પલ મેનેજીંગ ટ્રસ્ટી બોર્ડના સહકારથી ધોલેરા ધામના કોઠારી પ.પૂ. રામકૃષ્ણ દાસજી સ્વામીના માર્ગદર્શન થી પૂ. હરી કેશવ દાસજી ગોકુલધામ નારની પ્રેરણાથી આફ્રિકાના પ.ભ. નારાયણભાઈ કુંવરજીભાઇ રાઘવાણી પરિવારની સેવાથી તૈયાર થયેલા હનુમાનજી મહારાજના નૂતન મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન પણ કરવામાં આવ્યું છે.