અમદાવાદ :રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સ્થાપક ધીરુભાઇ અંબાણીના મોટાભાઇ રમણીકભાઇ અંબાણીનું સોમવારે બપોરે અમદાવાદમાં અવસાન થયું છે. ઉલ્લેખનીય છે કે રમણિકભાઈ તેમના ભાઈ ધીરૂભાઇ અંબાણીના જીવનમાં દરેક પડાવના સાક્ષી રહ્યા છે.
ધીરૂભાઈ અંબાણીના મોટાભાઈ રમણિકભાઇ અંબાણીનું 95 વર્ષની વયે અમદાવાદમાં નિધન - Dhirubhai Ambani brother
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના સ્થાપક ધીરૂભાઈ અંબાણીના મોટાભાઈ રમણિકભાઇ અંબાણીનું સોમવારે અમદાવાદમાં નિધન થયું છે. તેઓની ઉંમર 95 વર્ષ હતી અને વયોવૃદ્ધ હોવાને લીધે તેમનું નિધન થયું હોવાનું જાણવા મળ્યું છે.રમણિકભાઈના નિધનથી અંબાણી પરિવારમાં શોકની લાગણી છવાઈ છે.

રિલાયન્સની શરૂઆતમાં પણ તેમણે અગત્યની ભૂમિકા ભજવી હતી. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં કો-ફાઉન્ડર રમણિક ભાઈના પુત્ર વિમલના નામ પરથી ધીરૂભાઇ અંબાણીએ કાપડની બ્રાન્ડ વિમલ શરૂ કરી હતી. ગુજરાત સરકારમાં ઉર્જા પ્રધાન સૌરભ પટેલના લગ્ન રમણિકભાઈના પુત્રી ઈલા સાથે થયા છે.
પરિવારના જણાવ્યા અનુસાર તેમણે 95 વર્ષનું સંપૂર્ણ અને ઉમદા જીવન જીવ્યું અને તેમના જીવન દરમિયાન ભારતની સફળતાના સાક્ષી છે. આજે અસ્તિત્વમાં રહેલા ઇતિહાસનો નાનો ભાગ બન્યા હતા. 1924માં હીરાચંદ અને જમુનાબેન અંબાણીના ઘરમાં તેમનો જન્મ થયો હતો. તેઓ ત્રણેય ભાઈઓમાંથી સૌથી મોટા હતા. એમના બે ભાઈ ધીરૂભાઈ અંબાણી અને નટુભાઈ અંબાણી અને બે બેન ત્રિલોચનબેન અને જસુમતિ બેન હતા.