ગુજરાત

gujarat

ETV Bharat / state

ગુજરાત ક્રિકેટ એસોસિએશનના ઉપ પ્રમુખ તરીકે ધનરાજ નથવાણીની વરણી - કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ન્યૂઝ

અમદાવાદઃ ગુજરાત ક્રિકેટ એસોસિએશનની વાર્ષિક મીટિંગની સાથે-સાથે ચૂંટણી પણ યોજવામાં આવી હતી. આ ચૂંટણીના પરિણામ બાદ ઉપ પ્રમુખ, સેક્રેટરી, જોઇન્ટ સેક્રેટરી સહિતના હોદ્દેદારોની પસંદગી કરવામાં આવી હતી. શનિવારે યોજાયેલી GS સભ્યોની ચૂંટણીમાં ભાજપના દિગ્ગજ નેતા અને ગુજરાત એસોસિએશનના ઉપ પ્રમુખ પરિમલ નથવાણીના પુત્ર ધનરાજ નથવાણીની નવા ઉપ પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે.

ફાઇલ ફોટો

By

Published : Sep 28, 2019, 4:40 PM IST

સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ ગુજરાત ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ પદ માટેની જાહેરાત આગામી 10 દિવસમાં કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, શનિવારે યોજાયેલી ચૂંટણીમાં ગુજરાત ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ સિવાય અન્ય પદ માટે નામની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે પ્રમુખ પદ માટેના નામની જાહેરાત બે સપ્તાહ બાદ કરાઇ તેવું જણાવવામાં આવી રહ્યું છે.

ગુજરાત ક્રિકેટ એસોસિએશનના ઉપ પ્રમુખ તરીકે ધનરાજ નથવાણીની વરણી

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પણ ઘણા લાંબા સમય સુધી ગુજરાત ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ તરીકે કાર્યરત રહ્યા હતાં. આ સિવાય સેક્રેટરી તરીકે અશોક બ્રહ્મભટ્ટ, જોઇન્ટ સેક્રેટરી તરીકે અનિલ પટેલ અને ટ્રેઝરર તરીકે બરત ઝવેરીની પસંદગી કરવામાં આવી છે. આ ચૂંટણી લોઢા પંચના નીતિ-નિયમ મુજબ કરવામાં આવી હતી. આ અગાઉ ગુજરાત ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ તરીકે અમિત શાહ અને પરિમલ નથવાણી રહી ચૂક્યા છે.

ABOUT THE AUTHOR

...view details