ગુજરાત

gujarat

ETV Bharat / state

ધંધૂકા પોલીસે દેશી હાથ બનાવટના તમંચા સાથે એક ઇસમને ઝડપી પાડયો - Gujarat News

અમદાવાદ પોલીસ મહાનિરીક્ષક કેજી ભાટી અમદાવાદ વિભાગ તથા અમદાવાદ ગ્રામ્ય જિલ્લા પોલીસ વડા વિરેન્દ્રસિંહ યાદવના આદેશ અનુસાર ગેરકાયદેસર રીતે હથિયાર રાખતા ઇસમો વિરૂદ્ધ કાર્યવાહી કરવા સુચના આપવામાં આવેલી હતી. તે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક રીના રાઠવા ધોળકાના માર્ગદર્શન હેઠળ ધંધૂકા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

ધંધૂકા પોલીસે દેશી હાથ બનાવટના તમંચા સાથે એક ઇસમને ઝડપી પાડયો
ધંધૂકા પોલીસે દેશી હાથ બનાવટના તમંચા સાથે એક ઇસમને ઝડપી પાડયો

By

Published : Dec 13, 2020, 6:45 AM IST

  • અમદાવાદ ગ્રામ્ય પોલીસ વડા વિરેન્દ્રસિંહ યાદવ દ્વારા આપવામાં આવી હતી સુચના
  • ગેરકાયદેસર હથિયાર ધરાવનાર ઈસમ વિરૂદ્ધ કાર્યવાહી કરવાનો આદેશ
  • ધંધૂકા પોલીસે ગેરકાયદેસર હથિયાર રાખનાર એક ઇસમને ઝડપી પાડ્યો

અમદાવાદઃ ગ્રામ્યના પોલીસ વડા વિરેન્દ્રસિંહ યાદવને સૂચના અનુસાર નાયબ પોલીસ અધિક્ષક રીના રાઠવા ધોળકાના માર્ગદર્શન હેઠળ ધંધુકા તાલુકાના મોટા ત્રાડીયા ગામઠળ પોલીસ ઇસ્પેક્ટર સી બી ચૌહાણ તેમના સ્ટાફ સહિત ડી સ્ટાફના તારામતી જશુભાઈ, પોલીસ કોન્સ્ટેબલ ઘનશ્યામસિંહ, સુરેશભાઈ, સહિતનો પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતા, તે સમય દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ ઘનશ્યામસિંહને મળેલી બાતમીના આધારે ધંધૂકા તાલુકાના મોટા ત્રાડીયા ગામે એક ઈસમ પાસે દેશી હાથ બનાવટનો તમંચો હોવાનું જાણવા મળ્યું હતુ. તે અનુસાર ધંધૂકા પોલીસે મોટા ત્રાડીયા ગામે રેડ કરતા ભારે જહેમત બાદ ગેરકાયદેસર રીતે તમંચો રાખનારા એક ઈસમને જબ્બે કરવામાં પોલીસને સફળતા મળી હતી.

ગેરકાયદેસર હથિયાર ધરાવનાર ઈસમને ઝડપી પાડવા પોલીસે ઉઠાવી ભારે જહેમત

ધંધૂકા પોલીસે ગેરકાયદેસર રીતે દેશી હાથ બનાવટના તમંચા સાથે એક આરોપી-ભરતભાઈ ઉર્ફે મુનો ઉર્ફે dhelo મથુરભાઈને દેશી હાથ બનાવટના તમંચો નંગ 1 કિંમત રૂપિયા 2000 ની સાથે ઝડપી પાડી હથિયાર ધારા મુજબ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. આ તમંચો કયા હેતુસર મેળવેલી છે. તે દિશામાં ધંધૂકા સ્થાનિક પી.આઈ સી બી ચૌહાણ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details