ગુજરાત

gujarat

ETV Bharat / state

દોષમુક્તિ પર વણઝારાએ કહ્યું- એન્કાઉન્ટર સાચું, આખરે અમને ન્યાય મળ્યો - Court

અમદાવાદઃ ઈશરત જહાં કેસમાં પૂર્વ IPS ડીજી વણઝારા અને પૂર્વ DYSPએન.કે અમિનને આજે સીબીઆઈ કોર્ટે મોટી રાહત આપતા કેસમાંથી દોષમુક્ત કર્યા છે. રાજ્ય સરકારે કેસ ચલાવવાની મંજૂરી ન આપતા કોર્ટે તેઓને દોષમુક્ત જાહેર કર્યા છે. ડી.જી વણઝારા અને એન.કે અમીને ડિસ્ચાર્જ માટે અમદાવાદની સીબીઆઈ કોર્ટમાં અરજી કરી હતી. જેની સુનાવણીમાં સીબીઆઈ કોર્ટમાં ડીજી વણઝારા અને એન.કે અમિનને ડિસ્ચાર્જ કર્યા છે.

અમદાવાદ

By

Published : May 2, 2019, 2:22 PM IST

Updated : May 2, 2019, 3:03 PM IST

આ અંગે પૂર્વ IPS ડીજી વણઝારાએ કહ્યું કે, જે પણ એન્કાઉન્ટર્સ થયા હતા તે બધા સાચા હતા. કાયદેસર ફરજના ભાગરૂપે તમામ એન્કાઉન્ટર કરવામાં આવ્યા હતા. અમે દેશ માટે, ગુજરાત માટે આ કામ કાયદામાં રહીને કર્યું. રાજ્ય સરકારે કેસ ચલાવવાની મંજૂરી ન આપતા આજે અમે કેસમાંથી મુક્ત થયા છીએ.

કોર્ટની સુનાવણી પર ડી.જી. વણઝારાની પ્રતીક્રિયા

તેમણે વધુમાં કહ્યું કે, દેશની ન્યાયપ્રણાલી પર અમને પૂર્ણ વિશ્વાસ હતો. ભલે ન્યાય મેળવવામાં થોડું મોડું થયું હોય, પરંતુ ન્યાય જરૂર મળ્યો છે અને બાકીન લોકોને પણ ન્યાય મળશે.

સીબીઆઈ કોર્ટે નોંધ્યું કે, 2004માં જે એન્કાઉન્ટર કરવામાં આવ્યા એમાં રાષ્ટ્રનું હીત હતું અને જે કરવામાં આવ્યું એ તેમની ફરજની ભાગરૂપે કરવામાં આવ્યું હતું. કોર્ટના ચુકાદા બાદ વણઝારા અને તેમના સમર્થકોએ ફૂલ ઉડાડી ઉજવણી કરી હતી.

Last Updated : May 2, 2019, 3:03 PM IST

ABOUT THE AUTHOR

...view details