ગાંધીનગરગુજરાત ડ્રાયસ્ટેટ છે. તેમ છતાં અહીં દારૂ અને ડ્રગ્સનો જથ્થો અવારનવાર ઝડપાતો આવે છે. ત્યારે આ મામલે રાજ્યના DGP આશિષ ભાટિયાએ (DGP Ashish Bhatia on Drugs seized) પત્રકાર પરિષદ યોજી હતી. તેમાં તેમણે જણાવ્યું હતું કે, વર્ષ 1992 પછી ગુજરાતના દરિયાકિનારેથી આંતરરાષ્ટ્રીય બોર્ડર પરથી હથિયાર સાથે ડ્રગ ઝડપાયું છે. અહીં ઓખા (Drugs seized at okha dwarka coast) પોર્ટથી 140 નોટિકલ માઈલ અંદર ઓપરેશન કરવામાં આવ્યું હતું. જ્યારે 5 દિવસ સુધી બોટની રાહ જોવામાં આવી હતી. તંત્ર એલર્ટ હતું.
1992 પછી પહેલી વખત રાજ્યના દરિયાકાંઠાની આંતરરાષ્ટ્રીય બોર્ડર પર હથિયાર સાથે ડ્રગ્સ ઝડપાયું: DGP - Gujarat ATS Indian Coast Guard Operation
ગુજરાત ATS અને ભારતીય કોસ્ટકાર્ડની ટીમે ઓખાના દરિયાકાંઠામાંથી 300 કરોડ રૂપિયાના ડ્રગ્સને (Drugs seized at okha dwarka coast) પકડવામાં સફળતા મેળવી છે. ત્યારે આ અંગે રાજ્યના DGP આશિષ ભાટિયાએ (DGP Ashish Bhatia on Drugs seized) વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, પાકિસ્તાની આરોપીઓ ડ્રગ્સની સાથે સાથે હથિયારો પણ લાવ્યા હતા. જોકે આ તમામ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
કરાચીની હતી બોટ DGPએ જણાવ્યું (DGP Ashish Bhatia on Drugs seized) હતું કે, અલ સોહેલી નામની બોટ કરાચીથી અહીં આવી હતી. જોકે, 10 પાકિસ્તાનીની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ 3 સિલિન્ડરમાં ડ્રગ્સ છૂપાવીને લાવી રહ્યા હતા. તેમની પાસેથી 40 કિલો એટલે કે 300 કરોડ રૂપિયાની કિંમત સુધીનું ડ્રગ્સ કબજે કરવામાં આવ્યું હતું. આ સાથે જ ATSના અધિકારીઓએ લેન્ડિંગ થતાં પહેલા જ બોટમાંથી હથિયારો ઝડપી લીધા હતા. જ્યારે બોટનો ટંડેલ બલુચિસ્તાનનો રહેવાસી છે.
ATS અને કોસ્ટગાર્ડની મોટી સફળતા આપને જણાવી દઈએ કે, સૌરાષ્ટ્રના ઓખા નજીકના (Drugs seized at okha dwarka coast) દરિયાકાંઠામાંથી ગુજરાત ATS અને ભારતીય તટરક્ષક દળની ટીમે મોટી સફળતા મેળવી (Gujarat ATS Indian Coast Guard Operation) હતી. આ બંને ટીમે પાકિસ્તાનના કરાચીથી આવેલી અલ સોહેલી બોટને ઝડપી પાડી હતી. બોટમાં સિલિન્ડરમાં છૂપાવીને 6 ઈટાલિયન પિસ્ટલ, દારૂગોળો (120 કારતૂસ) અને 300 કરોડ રૂપિયાના 40 કિલો હિરોઈન સાથે 10 પાકિસ્તાનીઓ આવી રહ્યા હતા. આ પાકિસ્તાનીઓની ધરપકડ કરવામાં આવી હતી.