ગુજરાત

gujarat

ETV Bharat / state

ડિજી વણઝારાએ રાષ્ટ્રીય કક્ષાએ પણ ચૂંટણી લડવાની તૈયારીઓ દર્શાવી

ડિજી વણઝારાએ રાષ્ટ્રીય કક્ષાએ પણ ચૂંટણી(National level elections) લડવાની તૈયારીઓ દર્શાવી છે. ત્યારે પ્રજા વિજય પક્ષનું(Praja Vijaya Party) પ્રથમ અધિવેશન (Praja Vijay Paksha First Ahmedabad) અમદાવાદના લો ગાર્ડન ખાતે આવેલ ઠાકોરભાઈ દેસાઈ હોલમાં મળ્યું હતું.જેમાં આગામી ચૂંટણીની રણનીતિઓ ઘડવામાં આવી હતી.

ડિજી વણઝારાએ રાષ્ટ્રીય કક્ષાએ પણ ચૂંટણી લડવાની તૈયારીઓ દર્શાવી
ડિજી વણઝારાએ રાષ્ટ્રીય કક્ષાએ પણ ચૂંટણી લડવાની તૈયારીઓ દર્શાવી

By

Published : Jan 2, 2023, 4:27 PM IST

ડિજી વણઝારાએ રાષ્ટ્રીય કક્ષાએ પણ ચૂંટણી લડવાની તૈયારીઓ દર્શાવી

અમદાવાદ ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાતના પૂર્વ આઇપીએસઓફિસર ડીજી વણઝારા(Former IPS officer DG Vanzara of Gujarat) દ્વારા નવા પક્ષની રચના કરવામાં આવી હતી. અને તેઓ ગુજરાત વિધાનસભાની 30 વિધાનસભા બેઠક પર ચૂંટણી લડ્યા હતા. ત્યારે હવે આગામી સમયમાં પ્રજા વિજય પક્ષ લઈને રાષ્ટ્રીય કક્ષાએ પણ ચૂંટણી લડવાની તૈયારીઓ દર્શાવી રહ્યા છે. જેને લઈને આજે પ્રજા વિજય પક્ષનું(Praja Vijaya Party) પ્રથમ અધિવેશન અમદાવાદ(Praja Vijay Paksha First Ahmedabad) ખાતે મળ્યું હતું. જેમાં આગામી ચૂંટણીની રણનીતિઓ ઘડવામાં આવી હતી.

રાષ્ટ્રીય કક્ષાએ પક્ષ જશેપ્રજા વિજય પક્ષના રાષ્ટ્રીય સંયોજક ડિજી વણઝારાએ જણાવ્યું હતું કે રાજસત્તા સાથે ધર્મ સત્તાહોવી જોઈએ. આ દેશમાં આઝાદી પછી રાહતસત્તા તો આવી છે. પરંતુ ધર્મસત્તાનો છેદ ઉડાડી દેવામાં આવી છે. રાજસત્તાની સાથે ફરી એકવાર ધર્મ સત્તાનો પ્રસ્થાપન કરવા માટે પ્રજાવીએ પક્ષ હવે મેદાનમાં આવે છે. હાલમાં સમાજ, રાજ્ય અને દેશની અંદર જે ભય અને ભ્રષ્ટાચારનું વાતાવરણ છે. તે વાતાવરણને નાબૂદ કરવા માટે પ્રજાવિજય પક્ષ સૌપ્રથમ વખત ગુજરાતમાં મેદાનમાં(Prajavijay Party in Gujarat) આવ્યો હતો. હવે આ પક્ષ રાષ્ટ્રીય કક્ષાએ પણ આ પક્ષની ઘોષણા કરવામાં આવી છે. આગામી સમયમાં આ પ્રજા વિજય પક્ષની ઘોષણાના દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં પણ કરવામાં આવશે.

ડિજી વણઝારાએ રાષ્ટ્રીય કક્ષાએ પણ ચૂંટણી લડવાની તૈયારીઓ દર્શાવી

દિલ્હીમાં મોટી રેલીનું આયોજન વધુમાં જણાવ્યું હતું કે આગામી સમયમાં દિલ્હીના રામલીલા મેદાનમાં(Delhi Ramlila Maidan) લાખોની સંખ્યામાં મોટી રેલી કરી અને ત્યાંથી પ્રજા વિજય પક્ષની ઘોષણા રાષ્ટ્રીયકક્ષાએ કરવામાં આવશે. સાથે આગામી સમયમાં જે પણ રાજસ્થાન, છત્તીસગઢ, મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં પણ વિધાનસભાની ચૂંટણી લડશે. ગુજરાતમાં પણ ફેબ્રુઆરી અને માર્ચમાં ગુજરાતમાં ગ્રામ પંચાયત અને નગરપાલિકાઓની ચૂંટણીમાં પ્રજા વિજય પક્ષ ત્યાં પણ ચૂંટણી લડશે. અને સારો દેખાવ કરશો તેઓ આશા વ્યક્ત કરી હતી.

આ પણ વાંચો ગુજરાતની રાજનીતિનું ફલેશબેક: કોઈનું કરિયર શરૂ કોઈનું સંપૂર્ણ

2024 લોકસભાની ચૂંટણી લડશે2024માં થનાર લોકસભાની ચૂંટણીમાં (Lok Sabha elections) પ્રક્ષના પ્રભાવીની ભૂમિકા માટે દિલ્હીમાં પ્રદેશના પ્રમુખ તરીકે વિશાલ કનાની નિમણૂક કરવામાં આવી છે. જ્યારે ઉત્તર પ્રદેશમાં પ્રજા વિજય પક્ષના પ્રમુખ તરીકે ઓમ પાલ સિંહની નિમણૂક કરવામાં આવી છે. જ્યારે પ્રજાવીજય પક્ષમાં આગામી સમયમાં રાષ્ટ્રીય સ્વરૂપ ધારણ કરે તેવા તેના માટે દિશા અને માર્ગદર્શન માટે ભારતની સર્વોચ્ચ અદાલતના સિનિયર કાઉન્સલર એપી સિંઘ નિમણૂક કરવામાં આવી છે.

ગુજરાતમાં પ્રજા વિજય પક્ષના હોદ્દેદારો દક્ષિણ ગુજરાતના પ્રભારી તેમજ ઉપ-પ્રમુખ તરીકે ભાવસિંહ ગોહિલને નિમણૂક કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના પ્રભારી અને ઉપપ્રમુખ તરીકે અજય સિંહ રાજપુત મધ્ય ગુજરાતના મહામંત્રી તેમજ પક્ષના પ્રવક્તા તરીકે મહેન્દ્રસિંહ રાઠોડ ની નિમણૂક કરવામાં આવી છે. જ્યારે સૌરાષ્ટ્રના મહાપ્રધાન તેમજ પક્ષના પ્રવક્તા તરીકે અશ્વિનકુમાર જીવાણી અને રજા વિજય પક્ષના રાજ્યકક્ષાના મંત્રી તરીકે અશ્વિનભાઈ કાનકડની નિમણૂક કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details