ગુજરાત

gujarat

ETV Bharat / state

વિરમગામના ખેડૂત પુત્રી દેવ્યાનીબા GPSCની PIની પરીક્ષામાં પ્રથમ ક્રમે

વિરમગામ તાલુકાના ડૂમાણા ગામની ખેડૂત પુત્રી દેવ્યાનીબા તાજેતરમાં GPSC દ્વારા લેવાયેલ PIની પરીક્ષામાં ગુજરાત રાજ્યમાં પ્રથમ ક્રમે ઉત્તિર્ણ થઈ છે, ત્યારે ડુમાણા ગ્રામજનો દ્વારા દેવ્યાનીબા માટે સન્માન સમારંભ યોજવામાં આવ્યો હતો.

વિરમગામ
વિરમગામ

By

Published : Feb 20, 2021, 8:07 PM IST

  • ગુજરાત રાજ્યમાં પ્રથમ ક્રમાંકે ઉત્તીર્ણ થઈ ઇતિહાસ રચ્યો
  • ડુમાણા ગ્રામજનો દ્વારા દેવ્યાનીબાનો સન્માન સમારંભ યોજાયો
  • 23 વર્ષની ઉંમરે GPSCની PIની પરીક્ષામાં પ્રથમ
    દેવ્યાનીબા માટે સન્માન સમારંભ યોજવામાં આવ્યો

અમદાવાદ: વિરમગામ તાલુકાના ડુમાણા ગામની ખેડૂત પુત્રી દેવ્યાનીબા 23 વર્ષની નાની ઉંમરે GPSCની PIની પરીક્ષામાં પ્રથમ નંબરે આવી પિતા અજીતભાઈ બારડ અને ડુમાણા ગામ સહિત રાજપૂત સમાજનું ગૌરવ વધાર્યું છે. આ અનુસંધાને ડુમાણાના ગ્રામજનો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરી સન્માન સમારંભ યોજવામાં આવ્યો હતો.

23 વર્ષની ઉંમરે મેળવી સફળતા

તેમણે તેમનો 1થી 10 ધોરણનો અભ્યાસ માંડલ મહાત્મા ગાંધી સ્કૂલમાં કર્યો છે, મનુભાઈ પાવરાનો દેવ્યાનીબાને માર્ગદર્શન આપવામાં સિંહ ફાળો છે. તેઓ ધોરણ-૧૨ પાસ કરીને તરત જ આગળના અભ્યાસ સાથે સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપતા રહ્યા અને થોડાક જ સમયમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા પાસ કરી ક્લાર્ક તરીકે અમદાવાદ જિલ્લા પંચાયતમાં ફરજ બજાવી અને GPSCની તૈયારી શરૂ કરી 23 વર્ષની ઉંમરે તાજેતરમાં લેવાયેલી PIની પરીક્ષામાં પ્રથમ નંબરે આવી દેવ્યાનીબાએ સફળતાનો ઈતિહાસ રચ્યો છે.

સન્માન સમારંભમાં ડુમાણા ગ્રામજનો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા

દેવ્યાનીબા પોતાના વતન ડુમાણા ગામે આવ્યા ત્યારે તેમનું સામૈયુ કરી, તિલક કરી, સાલ ઓઢાડી, મોમેન્ટો આપી સ્વાગત કરવામાં આવ્યું. આ પ્રસંગે ડુમાણાના ગ્રામજનો લખુભાઇ ચાવડા, કાળુભાઈ દરબાર, સેવા સહકારી મંડળીના ચેરમેન પરસોત્તમભાઈ, સરપંચ મફાભાઈ મકવાણા, દૂધ ડેરી ચેરમેન બળદેવભાઇ પટેલ, વિષ્ણુભાઈ જાદવ, દિનેશભાઈ સિંધવ, મયુરભાઈ લખુભાઇ ચાવડા તેમજ વસંતીબેન પબાભાઈ જાદવ સન્માન સમારંભમાં ઉપસ્થિત રહ્યા હતા. સન્માન સમારંભને સફળ બનાવવા કાર્યક્રમનું સંચાલન જશવંતભાઈ ચાવડા દ્વારા કરવામાં આવ્યું હતું. ઉપરાંત, ડુમાણા ગામના યુવાનોએ પણ ભારે જહેમત ઊઠાવી હતી.

ABOUT THE AUTHOR

...view details