અમદાવાદ : 2022 પૂર્ણ થવા આવે છે ત્યારે 2022માં અમદાવાદની (gift to Ahmedabad in 2022) શહેરની જનતાને અનેક મહત્વની વિકાસની ભેટ મળી છે. જેમાં દેશનું પ્રથમ નદી પરનો ફૂટવેર બ્રિજ, મેટ્રો ટ્રેન અને વર્ષો જૂની સમસ્યા એટલે કે ખાલી કામગીરી હાથ ધરવામાં આવી છે.(Development works in Ahmedabad)
રીંગરોડ પર પહેલો અંડર બ્રિજઅમદાવાદ શહેરમાં ટ્રાફિક ઓછો થાય તે માટે ભારે વ્હીકલ માટે અમદાવાદ શહેરની ફરતે સરદાર પટેલ રિંગ રોડ તૈયાર કરવામાં આવેલો છે. તે રિંગ રોડ પર ટ્રાફિક સિગ્નલ માટે વિવિધ નિર્માણ કરવામાં આવી રહ્યું છે, ત્યારે વૈષ્ણોદેવી સર્કલ પાસે અંદાજીત 40.36 કરોડના ખર્ચે 720 મીટર લંબાઈ અને 23 મીટર પહોળાઈ 6 લેન્ડ ધરાવતો રીંગ રોડ પરનો પહેલો અંડ બ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે. જે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે શહેરની જનતા માટે ખુલ્લો મૂકી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત નરોડા ખાતે હિંમતનગર રેલ્વે પરનો આ ઉપરાંત અમદાવાદ શહેરની અંદર રોજના ત્રણ લાખથી પણ વધુ વાહનો પસાર થાય તેવો પશ્ચિમ રેલવે પરનો સૌથી મોટો ઓપનવેવ બ્રિજ એટલે કે અનુપમ બ્રિજને પણ જાહેર જનતા માટે ખુલ્લો મૂકી દેવામાં આવ્યો છે. આ બ્રિજ તૈયાર પાછળ અંદાજિત 41 કરોડ જેટલો ખર્ચ થયો છે. અન્ય બ્રિજની વાત કરવામાં આવે તો સાયન્સ સીટી સર્કલ પર અંદાજિત 74 કરોડ, શાંતિપુરા સર્કલ પર 94 કરોડના ખર્ચે, ઝુંડાલ સર્કલ પર 61 કરોડના ખર્ચે અને દહેગામ સર્કલ પર 60 કરોડના ખર્ચે બ્રિજ તૈયાર કરીને જાહેર જનતા માટે ખુલ્લા મુકવામાં આવ્યા છે. (Vaishnodevi Circle Bridge)
સાબરમતી નદી પર ફૂટ વે બ્રિજદેશનો પ્રથમ અને પતંગ જેવો શેપ ધરાવતો બ્રિજ અમદાવાદની શહેરની જનતા માટે વડાપ્રધાનના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ બ્રિજ અંદાજિત 74 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે. આ બ્રિજ 4 પિલ્લરના સપોર્ટ પર 300 મીટરની લંબાઈ બ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે. આ બ્રિજની વચ્ચે 1000 કિલો જેટલું વજન જીલી શકે તેવા કાચ પણ ફીટ કરવામાં આવ્યા છે. આ બ્રિજ તૈયાર થતાં જ અમદાવાદની શહેરની જનતા માટે એક નવ નજરાણું પણ મળ્યું છે. આ બ્રિજની ખાસ વાત કરવામાં આવે તો આ બીજના સ્ટીલનું વજન 2600 મેટ્રો ટન લોખંડનું ટાઈપનું સ્ટ્રકચર તેમજ રંગબેરંગી ફેબ્રિકની ટેન્સાઈ સ્ટ્રકચરની છત અને વચ્ચેના ભાગમાં ફૂટ કીઆસ્કો બેસવાની જગ્યા કલર ચેન્જ થઈ શકે તેવી LED લાઇટ પણ ગોઠવવામાં આવી છે.(Sabarmati Atal Bridge)
ગુજરાતની પ્રથમ મેટ્રો અમદાવાદની જનતાને મળીઅમદાવાદની શહેરની જનતા છેલ્લા ઘણા સમયથી લોકો મેટ્રોની રાહ જોઈ રહ્યા હતા. જે 30 સપ્ટેમ્બર 2022ના રોજ વડાપ્રધાન મોદીના હસ્તે મેટ્રોની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં પૂર્વથી પશ્ચિમને જોડતા 17 સ્ટેશનો અને ઉત્તરથી દક્ષિણને જોડતા 15 સ્ટેશનો એમ બે કોરીડોરમાં કુલ 40 કિ.મી મેટ્રો ટ્રેન દૂરથી થઈ ગઈ છે. રૂટની વાત કરવામાં આવે તો પૂર્વથી પશ્ચિમ 21 કિ.મી અને ઉત્તરથી દક્ષિણ 19 કિમીનો રૂટ ધરાવે છે. પૂર્વથી પશ્ચિમના સ્ટેશની વાત કરવામાં આવે તો થલતેજ, દુરદર્શન, ગુરુકુળ રોડ, ગુજરાત યુનિવર્સિટી, કોમર્સ છ રસ્તા, જૂની હાઇકોર્ટ, શાહપુર, ઘીકાટા, કાલુપુર, કાંકરિયા, એપરલ પાર્ક અમરાઈવાડી, રબારી કોલોની, વસ્ત્રાલ, નિરાંત ક્રોસ રોડ અને વસ્ત્રાલ ગામનો સમાવેશ થાય છે. (Metro train)
ઉત્તરથી દક્ષિણ તરફ રૂટ જ્યારે ઉત્તરથી દક્ષિણ રૂટ પર એ, જીવરાજ પાર્ક રાજીવનગર, શ્રેયસ ,પાલડી ,ગાંધીગ્રામ, જૂની હાઇકોર્ટ, ઉસ્માનપુરા, વિજયનગર, વાડજ, સાબરમતી, રાણીપ અને મોટેરા સ્ટેડિયમ સુધી શરૂ કરવામાં આવી. જો ટિકિટની વાત કરવામાં આવે તો અલગ-અલગ સ્ટેશન માટે પાંચ રૂપિયાથી 25 રૂપિયા સુધીનો રાખવામાં આવ્યો છે અને દર 30 મિનિટે મેટ્રો ટ્રેનની સુવિધા મળી રહે છે. 6.6 કિલોમીટર સુધી અંડરગ્રાઉન્ડ ટનલ બનાવવામાં આવી છે જેમાં 4સ્ટેશનો તૈયાર કરવામાં આવ્યા છે.