- અષાઢ સુદ અગિયારસે આજે દેવશયની એકાદશી
- પવિત્ર હિન્દુ ચાતુર્માસનો આજથી પ્રારંભ થશે
- ભગવાન પાતાળમાં જતા હોવાથી શુભ કાર્યોનો નિષેધ
અમદાવાદ :હિન્દુ ધર્મમાં વર્ષ દરમિયાન આવતી 24 એકદશીઓમાં આજે અષાઢ સુદ અગિયારસે દેવશયની એકાદશી છે. આ સાથે જ હિન્દુ ધર્મના અતિ પવિત્ર એવા ચાતુર્માસનો પ્રારંભ થયો છે. ભગવાન વિષ્ણુ આ સમય દરમિયાન ક્ષીર સાગરમાં શયન કરતા હોવાથી શુભ કાર્યોનો નિષેધ કરવામાં આવ્યો છે.
ભગવાનની ભક્તિ કરવાનો શ્રેષ્ઠ સમય
વર્ષના ચાર મહિના ભગવાન વિષ્ણુ બલિરાજાને વામન અવતારમાં આપેલા વરદાન પ્રમાણે પાતાળલોકમાં જાય છે. ત્યારે ચાતુર્માસનો પ્રારંભ થાય છે. આ સમય ભગવાનની ભક્તિ કરવાનો શ્રેષ્ઠ સમય છે. ભગવાનને ધૂપ-દીપ-નૈવેદ્ય વગેરે અર્પણ કરાય છે.
આ પણ વાંચો : અનેક આફતોમાં અડીખમ એવું દ્વારકાધીશનું મંદિર, જાણો દંતકથાઓમાં મંદિરનો ઈતિહાસ…
હિન્દુ ધર્મના મહત્વના ધાર્મિક તહેવારો ચાતુર્માસમાં આવે
ભક્તો આ સમય દરમિયાન ચાતુર્માસ પણ કરતા હોય છે. જે અંતર્ગત તેઓ એકટાણું કરે છે અને સવાર-સાંજ પ્રભુની આરાધના કરે છે. આ ચાતુર્માસ દરમિયાન હિન્દુ ધર્મના મહત્વના ધાર્મિક તહેવારો જેમ કે, ગૌરી વ્રત, જયાપાર્વતી વ્રત, ભગવાન શંકરને પ્રસન્ન કરનારો શ્રાવણ માસ, ગણેશ ચતુર્થી, જન્માષ્ટમી, નવરાત્રિ, દિવાળી જેવા પ્રમુખ ધાર્મિક તહેવારો આવે છે.