ગુજરાત

gujarat

ETV Bharat / state

ગુજરાત હાઇકોર્ટના મનાઈ હુકમ હોવા છતાં પણ ટ્રિબ્યુનલે હુકમ કરતા હાઇકોર્ટ નારાજ - Gujarat State Tribunal

ખંભાતના ભૂતપૂર્વ નવાબની જમીનને લઈને જે સમગ્ર વિવાદ (Land dispute of former Nawab of Khambhat )ચાલી રહ્યો છે. આ જમીન મામલે હાઇકોર્ટની મનાઈ હુકમ હોવા છતાં પણ ટ્રિબ્યુનલના ચેરમેન અને બે સભ્યો સામે થયેલી કન્ટેન્ટની અરજીમાં હાઇકોર્ટના આદેશ બાદ તેમણે હાઇકોર્ટ સમક્ષ હાજર થવું પડ્યું હતું.

ગુજરાત હાઇકોર્ટના મનાઈ હુકમ હોવા છતાં પણ ટ્રિબ્યુનલે હુકમ કરતા હાઇકોર્ટ નારાજ
ગુજરાત હાઇકોર્ટના મનાઈ હુકમ હોવા છતાં પણ ટ્રિબ્યુનલે હુકમ કરતા હાઇકોર્ટ નારાજ

By

Published : Jul 8, 2022, 9:31 PM IST

અમદાવાદઃખંભાતના ભૂતપૂર્વ નવાબની જમીનને લઈને જે સમગ્ર વિવાદ ચાલી રહ્યો છે તેમાં ગુજરાત હાઇકોર્ટે (Gujarat High Court)આ જમીન મામલે હાઇકોર્ટની મનાઈ હુકમ હોવા છતાં પણ ગુજરાત સ્ટેટ ટ્રિબ્યુનલએ(Land dispute of former Nawab of Khambhat ) હુકમ કરતા ટ્રિબ્યુનલના ચેરમેન અને બે સભ્યો સામે થયેલી કન્ટેન્ટની અરજીમાં હાઇકોર્ટના આદેશ બાદ તેમણે હાઇકોર્ટ સમક્ષ હાજર થવું પડ્યું હતું.

ખંભાતના ભૂતપૂર્વ નવાબની જમીન વિવાદ -આ સમગ્ર કેસની વિગતો જોઈએ તો ખંભાતના ભૂતપૂર્વ નવાબની ચાર એકરની જમીનને લઈને સમગ્ર વિવાદ ચાલી રહ્યો છે. તેમણે આ જમીન પર ધાર્મિક સ્થળનું બાંધકામ કરીને તેનું સંચાલન કરવા માટે ટ્રસ્ટને સોંપી દીધું(Gujarat State Tribunal )હતું પરંતુ ગત વર્ષે ભૂતપૂર્વ રાજવી કુટુંબના સભ્ય દ્વારા આ જમીન કોઈ ખાનગી વ્યક્તિને વેચી દેવામાં આવી હતી. આ જમીન વેચી દીધી હતી ત્યારે, ટ્રસ્ટ દ્વારા એવી રજૂઆત હતી કે ખંભાતના ભૂતપૂર્વ નવાબના પરિવાર જે જમીન વેચી છે તેમાં આ ધાર્મિક સ્થળનો સમાવેશ થતો નથી. આ વેચાણ કરાર સામે ટ્રસ્ટ ટ્રિબ્યુનલ સમક્ષ અરજી કરી હતી અરજી કરીને આ જમીનનો કબજો માંગ્યો હતો અને આ વેચાણ કરારને રદ કરવાની માંગ કરી હતી.

આ પણ વાંચોઃMonsoon Gujarat 2022: પોરબંદરમાં 3 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી

ટ્રિબ્યુનલના હુકમ સામે વચગાળાનો સ્ટે આપ્યો -તે સમયે ટ્રિબ્યુનલ યથાવત સ્થિતિ જાળવી રાખવા માટે હુકમ કર્યો હતો અને જમીન ખરીદનારાએ આ હુકમની સામે હાઇકોર્ટમાં અરજી કરી હતી. જેમાં ગુજરાત હાઇકોર્ટ ફેબ્રુઆરી 2021 માં ટ્રિબ્યુનલના હુકમ સામે વચગાળાનો સ્ટે આપ્યો હતો. આ આદેશ બાદ જમીન ખરીદના રહે ટ્રિબ્યુનલ સમક્ષ જેની રજૂઆત કરેલી કે આ જમીન પ્રોપર્ટી તરીકે નોંધાયેલી નથી. અને આ સંજોગોમાં ટ્રિબ્યુનલ આ કેસ ટ્રિબ્યુનલના સતા ક્ષેત્રમાં આવતો નથી.

આ પણ વાંચોઃAhmedabad Corporation decision : ફરી શરૂ થશે રાઈડ્સ, ફરી એ જ કોન્ટ્રાક્ટરને સોંપાઈ કામગીરી

હાઇકોર્ટે મનાઈ હુકમ ફરમાવ્યો -આ સમયે ટ્યુબિનલને જાણ કરવામાં આવી હતી કે તેના હુકમ સામે હાઇકોર્ટે મનાઈ હુકમ ફરમાવ્યો છે અને જે પણ સ્થિતિ છે તેને જાળવી રાખવા માટે પણ હુકમ કરવામાં આવ્યો છે. જોકે આ સમગ્ર મામલાને ધ્યાનમાં લઈને હાઇકોર્ટના મનાઈ હુકમ હોવા છતાં પણ ગુજરાત સ્ટેટ વકફ હુકમ કરતા હાઇકોર્ટ નારાજગી વ્યક્ત કરી હતી. હાઇકોર્ટે આદેશ કર્યો છે કે ત્રણેય કન્ટેન્ટરે બિનશરતી માફી માંગે અને તેમના વકીલ વકીલાત નાંમુ ફાઈલ કરે અને ત્રણેય સામે ચાર્જશીટ ફ્રેમ કરવામાં આવે જોકે ત્રણેય સામે ચાર્જશીટ ફ્રેમ કરતા પહેલા તેમને સાંભળવામાં આવશે એવું હાઇકોર્ટે પોતાના આદેશમાં નોંધ્યું છે. આ સમગ્ર મામલે વધુ સુનાવણી 11 જુલાઈના રોજ હાથ ધરાશે.

ABOUT THE AUTHOR

...view details