ગુજરાત

gujarat

ETV Bharat / state

મોંઘવારી છત્તા અમદાવાદીઓ દશેરાએ એક જ દિવસમાં કરોડો રૂપિયાના ફાફડા-જલેબી ઝાપટી ગયા

દશેરાને દિવસે અમદાવાદ સહિત મોટાભાગના ગુજરાતમાં ફાફડા-જલેબી ખાવાનો રિવાજ છે. જો કે આ રિવાજ કેવી શરૂ થયો, તેની માહિતી અકબંધ છે.નોમના દિવસે રાત્રીથી જ અમદાવાદ શહેરમાં ઠેર-ઠેર ફાફડા-જલેબીના સ્ટોલ્સ લાગી જાય છે. રસિકો ગરબા રમ્યા બાદ અહીં આવતા હોય છે.દશેરાનો ઉત્સવ વર્ષમાં એક દિવસ આ ઉત્સવ આવતો હોવાથી અને તેમાં પણ ફાફડા-જલેબીની જ્યાફત ઉડાડવાની હોવાથી અમદાવાદીઓએ પણ કચાશ રાખી નથી.

મોંઘવારી છત્તા અમદાવાદીઓ દશેરાએ એક જ દિવસમાં કરોડો રૂપિયાના ફાફડા-જલેબી ઝાપટી ગયા
મોંઘવારી છત્તા અમદાવાદીઓ દશેરાએ એક જ દિવસમાં કરોડો રૂપિયાના ફાફડા-જલેબી ઝાપટી ગયા

By

Published : Oct 15, 2021, 7:04 PM IST

  • દશેરાએ ગુજરાતમાં ફાફડા-જલેબી ખાવાનો રીવાજ
  • દશેરાએ ફાફડા-જલેબીનું 350 કરોડનું માર્કેટ
  • મોઘવારી છત્તા રસિકોની ફાફડા-જલેબી ખરીદવા લાંબી કતારો

અમદાવાદઃ દશેરાને દિવસે અમદાવાદ સહિત મોટાભાગના ગુજરાતમાં ફાફડા-જલેબી ખાવાનો રિવાજ છે. જો કે આ રિવાજ કેવી શરૂ થયો, તેની માહિતી અકબંધ છે. પરંતુ નાનામાં નાના વ્યક્તિથી લઈને મોટામાં મોટા વ્યક્તિ સુધી આ દિવસે ફાફડા-જલેબી ખાવાનું ચૂકતા નથી. સ્વાદના રસિયા અને જીભના ચટાકા માટે શોખીન એવા અમદાવાદીઓએ ભાવવધારા છતાં બિન્દાસ્ત રીતે ફાફડા-જલેબી ખાઇ વિજયાદશમીના પર્વની ઉજવણી કરી.

ફાફડા-જલેબીના ભાવમાં 20 ટકા જેટલો વધારો
નોમના દિવસે રાત્રીથી જ અમદાવાદ શહેરમાં ઠેર-ઠેર ફાફડા-જલેબીના સ્ટોલ્સ લાગી જાય છે. રસિકો ગરબા રમ્યા બાદ અહીં આવતા હોય છે. અમદાવાદની પ્રખ્યાત રેસ્ટોરન્ટમાં તો ફાફડા જલેબી ખરીદવા 200 મીટરની લાઈનો લાગતી હોય છે. આ વખતે ખાસી મોંઘવારી દેખાઈ રહી છે. ઘરેલુ ગેસનું સિલિન્ડર 900 રૂપિયાની આસપાસ, તો ખાદ્ય તેલ 150 રૂપિયા લીટરની આસપાસ મળી રહ્યું છે. પેટ્રોલમાં પણ ભાવને લઈને ટ્રાન્સપોર્ટેશન મોંઘું થયું છે. પરિણામે ફાફડાના 500 રૂપિયે કિલો અને જલેબીના 700 રૂપિયે કિલો ભાવ ચાલી રહ્યા છે. જે ગયા વર્ષ કરતા 100 રૂપિયા વધુ છે.

મોંઘવારી છત્તા અમદાવાદીઓ દશેરાએ એક જ દિવસમાં કરોડો રૂપિયાના ફાફડા-જલેબી ઝાપટી ગયા
કોરોના કાળ બાદ પ્રથમ ઉજવણીદશેરાનો ઉત્સવ વર્ષમાં એક દિવસ આ ઉત્સવ આવતો હોવાથી અને તેમાં પણ ફાફડા-જલેબીની જ્યાફત ઉડાડવાની હોવાથી અમદાવાદીઓએ પણ કચાશ રાખી નથી. કારણ કે ગયા વર્ષે કોરોનાના કહેરના કારણે શહેર વાસીઓ આવી રીતે ઉત્સવ જઈ શક્યા નહોતા. ફાફડા-જલેબીના પ્રખ્યાત વ્યાપારી કહેવું છે કે, દશેરાએ 350 કરોડનું ફાફડા જલેબીનું માર્કેટ હોય છે. આ વર્ષે વેક્સિનને કારણે કોરોન નો ભય ઓછો થતા લોકોએ મન મૂકીને ઉત્સવ ઉજવ્યો છે. સરેરાશ એક દુકાન પર 1300 થી 1400 વ્યક્તિઓ ફાફડા જલેબીની ખરીદી કરતા હોય છે.આ પણ વાંચોઃદશેરાના દિવસે વાહન ખરીદી માટે ગ્રાહકોની સંખ્યામાં વૃદ્ધિ પણ પ્રોડક્શન ન થતા કાર માટે 1 થી 1.5 મહિનાનું વેઇટિંગ

ABOUT THE AUTHOR

...view details