- નાયબમુખ્યપ્રધાન નીતિન પટેલને રજા આપવામાં આવી
- 15 દિવસ યુ.એન. મહેતા હોસ્પિટલમાં સારવાર ચાલી
- ડૉક્ટરે તેઓને હમણાં આરામ કરવાની સલાહ આપી
અમદાવાદ : રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ 15 દિવસની સારવાર પછી અમદાવાદને યુ.એન. મહેતા હોસ્પિટલ માટે તેઓને રવિવારના રોજ રજા આપવામાં આવી હતી. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ છેલ્લા પંદર દિવસથી કોરોના સંક્રમિત થયા હતા. તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે આ સમયગાળા દરમિયાન જીવન મહેતા હોસ્પિટલ દ્વારા એક પણ મેડિકલ બુલેટિન બહાર પાડવામાં આવ્યું ન હતું.
આ પણ વાંચો : કોરોનામાં સરકારનો આદેશ હોવા છતા વાડી વિસ્તારમાં મસ્જિદમાં નમાજ અદા કરવા 60થી 70 લોકો થયા ભેગા, વાડી પોલીસે 3 ટ્રસ્ટી સામે ગુનો નોંધ્યો
ડૉક્ટરની સલાહ પ્રમાણે તેઓ હવે ઘરે જ આરામ કરશે
રાજ્યના મુખ્યપ્રધાન નીતિન પટેલ અમદાવાદને યુ.એન.મહેતા હોસ્પિટલ માટે સજા આપ્યા પછી સોશિયલ મીડિયા હતી. તેઓએ જણાવ્યું હતું કે, ડૉક્ટરની સલાહ પ્રમાણે તેઓ હવે ઘરે જ આરામ કરશે. યુ.એન. મહેતા હોસ્પિટલના ડૉક્ટરે તેઓને હમણાં આરામ કરવાની સલાહ આપી છે. જેથી તેઓ હવે ઘરે આરામ કરશે.
સોશિયલ મિડીયા પર ફોટો શેર કરીને આપી માહિતી આ પણ વાંચો : શિવાનંદ આશ્રમના સર્વાધ્યક્ષ સ્વામી આધ્યાત્મનંદજીનું કોરોનાથી નિધન, યોગમાં હતા શ્રેષ્ઠ
નીતિન પટેલે સોશિયલ મીડિયામાં ફોટો શેર કરી આપી માહિતી
રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે સોશિયલ મીડિયામાં એક ફોટો શેર કરતા જણાવ્યું હતું કે, પંદર દિવસથી યુ.એન. મહેતા હોસ્પિટલમાં કોરોનાની સારવાર મેળવ્યા પછી આજે હોસ્પિટલમાંથી મને રજા આપવામાં આવી છે. ભગવાનના આશીર્વાદ અને આપ સૌની શુભેચ્છાથી હું ઝડપથી સ્વસ્થ થયો છું. મારા પ્રત્યે શુભેચ્છા અને લાગણી બતાવવા બદલ આપ સર્વનો તથા યુ.એન. મહેતા હોસ્પિટલ ડૉક્ટર અને સ્ટાફનો હું આભારી છું. ડૉક્ટરની સલાહ મુજબ હજુ મારે વધારે આરામની જરૂર હોવાથી મને સહકાર આપવા સર્વને વિનંતી.