હોસ્પિટલની મુલાકાત દરમિયાન નીતિન પટેલે ETV ભારત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, શહેરમાં અખંડાનંદ હોસ્પિટલ અને કોલેજ 1965થી ચાલી રહી છે હવે બિલ્ડીંગ જૂની થઈ હતી માટે આયોજન કરીને નવી બિલ્ડીંગ ઉભી કરવામાં આવશે. સિવિલ હોસ્પિટલની અવારનવાર મુલાકાત લેવામાં આવે છે ત્યારે આયુર્વેદ એટલે જૂની પદ્ધતિ મુજબ સારવાર મળી રહે છે માટે તેની મુલાકાત લીધી છે.
નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલની ETV ભારત સાથે ખાસ વાતચીત... - નીતિન પટેલની ETV ભારત સાથે ખાસ વાતચીત
અમદાવાદ: રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ આજે અમદાવાદની સરકારી હોસ્પિટલની મુલાકાતે આવ્યા હતા. શહેરની અંદર આવેલી અખંડાનંદ આયુર્વેદિક હોસ્પિટલ અને કોલેજની તથા મણીબેન આયુર્વેદ હોસ્પિટલની પણ મુલાકાત કરી હતી. મુલાકાત દરમિયાન નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે ETV ભારત સાથે ખાસ વાતચીત કરી હતી.
![નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલની ETV ભારત સાથે ખાસ વાતચીત... nitin patel](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5402049-thumbnail-3x2-nitin.jpg)
સિવિલ હોસ્પિટલની જેમ જ આયુર્વેદ હોસ્પિટલમાં પણ દર્દીઓને વિના મૂલ્યે સારવાર આપવામાં આવે છે. મોટી સંખ્યામાં લોકો સારવાર માટે પણ આવે છે. નીતિન પટેલે રાજસ્થાન અને મધ્યપ્રદેશથી આવેલા દર્દીઓ સાથે મુલાકાત કરી છે અને સારવાર અંગે માહિતી મેળવી છે. ગુજરાત સિવાય અન્ય રાજ્યોમાંથી પણ લોકો સારવાર માટે આવે છે.
અખંડાનંદ હોસ્પિટલ અને મણીબેન હોસ્પિટલ મર્જ કરવા નીતિને પટેલે જણાવ્યું હતું કે. સરકાર દ્વારા કોઈ જ હોસ્પિટલ મર્જ કરવામાં નહીં આવે. બંને હોસ્પિટલ અલગ અલગ વિસ્તારમાં છે જે ચાલુ જ રહેશે. અખંડાનંદ હોસ્પિટલમાં માત્ર રીપેરીંગ કામ જ કરવામાં આવશે.બંને હોસ્પિટલની મુલાકાત બાદ હોસ્પિટલના ડૉકટરની સાથે પણ તેમણે ચર્ચા કરી હતી.