ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદના વસ્ત્રાપુર સરકારી વસાહતમાં ફાયર સેફ્ટી અંગે આપવામાં આવ્યો ડેમો - વસ્ત્રાપુર સરકારી વસાહત

અમદાવાદ શહેરમાં વધી રહેલા આગના બનાવને ધ્યાનમાં રાખી ફાયર સેફટી અંગે ડેમો આપવો ખૂબ જ જરૂરી બન્યું છે. જેને લઇ વસ્ત્રાપુર સરકારી વસાહત ખાતે ફાયર સેફ્ટીના સાધનોનો ડેમો આપવામાં આવ્યો હતો. આ સાથે જ આગ લાગે ત્યારે પ્રાથમિક કઈ જરૂરિયાતોને ધ્યાનમાં રાખી આગને કેવી રીતે કાબૂમાં મેળવી શકાય તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

વસ્ત્રાપુર સરકારી વસાહતમાં ફાયર સેફ્ટી અંગે આપવામાં આવ્યો ડેમો
વસ્ત્રાપુર સરકારી વસાહતમાં ફાયર સેફ્ટી અંગે આવસ્ત્રાપુર સરકારી વસાહતમાં ફાયર સેફ્ટી અંગે આપવામાં આવ્યો ડેમોપવામાં આવ્યો ડેમો

By

Published : Aug 9, 2020, 2:14 AM IST

અમદાવાદ: રાજ્ય સરકારના કર્મયોગીઓની સૌથી મોટી વસાહત એટલે કે મેગાસિટી અમદાવાદમાં આવેલી વસ્ત્રાપુર સરકારી વસાહત ગણવામાં આવી રહી છે. સરકારી વસાહતમાં કુલ 12 ટાવર આવેલા છે. જેમાં 500 કરતાં વધારે પરિવારો વસાહટ કરે છે. આ પરિવારની સુરક્ષા અને સલામતીની ખાત્રી આપે છે કે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલા ફાયર સેફ્ટીના સાધનો ટાવરના દરેક ફ્લોર પર ફાયરસેફ્ટીના અદ્યતન સાધનો મુકવામાં આવ્યા છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા ફાયર સેફ્ટીના સાધનો કોન્ટ્રાક્ટમાં આપવામાં આવેલા છે. જેના માલિક દ્વારા જણાવવામાં આવ્યું કે અમારી ટીમ દર મહિને આકસ્મિક ચેકિંગ કરે છે તથા દર ત્રણ મહિને તમામ સાધનોનું મેન્ટેનન્સ ચેકિંગ હાથ ધરવામાં આવે છે. જેમાં કોઈ પણ નાનો મોટો ફોલ્ટ જણાય આવે તો તેનું ત્વરિત નિરાકરણ લાવવામાં આવે છે.

ફાયર સેફ્ટી અંગે ડેમો આપવામાં આવ્યો
પ્રાથમિક તબક્કામાં આગ પર કેવી રીતે કાબુ મેળવવો અને પોતાનો અને અન્યનો બચાવ કેવી રીતે કરી શકાય તે માટે ફાયર સેફ્ટીના સાધનો વાપરતા દરેક વ્યક્તિને શીખવું ખૂબ જરુરી છે. તે અંગે વિસ્તૃત સમજણ આપવા માટે એક ટેકનિશિયને ડેમો આપતાં જણાવ્યું કે ઈલેક્ટ્રીક વસ્તુથી આગ લાગી અથવા અન્ય કોઈપણ પ્રકારે આગની ઘટના બને ત્યારે ફાયર એક્સીન્યુસર વજનમાં હળવાં હોવાથી ગમે તે વ્યક્તિ દુર્ઘટના સમયે તેને આસાનીથી ઊંચકીને ઉપયોગ કરી શકે છે. જે એકથી દોઢ મિનિટ સુધી ચાલે છે અને પ્રાથમિક તબક્કાની આગ બુઝાવી શકાય છે.
ફાયર સેફ્ટી અંગે ડેમો આપવામાં આવ્યો
રહેણાક વિસ્તારમાં લાગેલા ફાયર સુરક્ષાના સાધનોનું પ્રાથમિક તબક્કાની ઘટના સામે સુરક્ષા પ્રદાન કરે છે. જેનો ઉપયોગ શીખવાથી મોટી દુર્ઘટના ટાળી શકાય છે અને પોતાનું અને અન્ય લોકોનું રક્ષણ કરી શકાય છે. તે માટે ફાયર સેફ્ટીના સાધનો વાપરતા દરેક વ્યક્તિને આજના સમયે શીખવું ખૂબ જરુરી છે. ખાસ કરીને દિવસેને દિવસે આગના બનાવો જ્યારે વધી રહ્યા છે. ઘરમાં રહેતા મહિલાઓ અને વડીલો સુરક્ષાની ઉપરોક્ત તાલીમ લેવી ખૂબ જરૂરી છે. જેના ભાગરૂપે આજે શનિવારે વસ્ત્રાપુર સરકારી વસાહતમાં એક ડેમો આપવામાં આવ્યો હતો. જેમાં આગના સમયે કઈ રીતે સુરક્ષાના સાધનો વાપરવા તે અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details