અમદાવાદ:ગુજરાત સ્ટેટ હજ કમિટીએ હજ કમિટી ઓફ ઇન્ડિયાને લખેલા પત્રમાં રજુઆત કરી છે કે, વર્ષ 2020ના હજ માટે જે લોકોના ડ્રોમાં કનફર્મ થયા અને જેમણે તેના પહેલા કે બીજા ઇન્સ્ટોલમેન્ટ ભરી દીધા છે, તેમના નામ 2021ના હજ માટેની પ્રોવિઝનલ યાદીમાં સામેલ કરવા આવે.
2020ના ડ્રોમાં કનફર્મ થનારને 2021ના હજની પ્રોવિઝનલ યાદીમાં સામેલ કરવા માગ - હજ કમિટી ઓફ ઇન્ડિયા
કોરોના મહામારીને કારણે સાઉદી અરબમાં યોજાનાર હજ આ વર્ષે સાઉદી સિવાયના દેશના નાગરિકો માટે રદ્દ કરવામાં આવી છે. ત્યારે 2020માં ડ્રોમાં કનફર્મ થનાર વ્યક્તિઓને વર્ષ 2021ની પ્રોવિઝનલ યાદીમાં સામેલ કરવા હજ કમિટી ઓફ ઇન્ડિયાને પત્ર લખવામાં આવ્યો છે.
હજની પ્રોવિઝનલ યાદી
નોંધનીય છે કે, હજ માટે તમામ પ્રકારની કાયદાકીય પદ્ધતિમાંથી પસાર થવું પડે છે અને ડ્રોમાં નામ કનફર્મ થાય ત્યારે જ હજ માટેના હપ્તા ભરવાના હોય છે.
આ વર્ષે કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને સાઉદી અરબ સરકાર દ્વારા અન્ય રાષ્ટ્રોના નાગરિકો માટે હજ પર હાલ પૂરતો પ્રતિબંધ લાદી દીધો છે. આ વર્ષે માત્ર સાઉદી અરબના લોકો જ હજ કરી શકશે. નોંધનીય છે કે, ભારત સહિત વિશ્વના તમામ દેશોમાં રહેતા મુસ્લિમ સમુદાયના લોકો દર વર્ષે કરોડોની સંખ્યામાં મક્કા જાય છે.