- રાજ્ય સરકારે રજિસ્ટ્રેશનમાંથી મુક્તિ આપી ઓળખ કાર્ડના આધારે વેક્સિન આપવા માંગ
- રાજ્યમાં વેક્સિનની પ્રક્રિયા ઝડપી બનાવવી જરૂરી: ધારાસભ્ય
- વેક્સિન માટેની ઓનલાઈન રજિસ્ટ્રેશનની પ્રક્રિયા આંટી ઘૂટી વાળી
અમદાવાદ: કોરોના મહામારીમાં કેટલાય પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવી ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. છેલ્લા ઘણા દિવસોથી કોરોનાથી મૃત્યુ પામવાનો ગ્રાફ નીચે જઇ રહ્યો છે. પરંતુ, નિષ્ણાતો દ્વારા કોરોનાની ત્રીજી લહેર આવવાની હોવાનું જણાવી રહ્યા છે. ત્યારે, સરકારે 18થી 44 વર્ષની વયના વર્ગ માટે corona vaccine વેક્સિનનો પ્રારંભ કરાવવો જોઈએ. કેન્દ્ર સરકારે ઑનલાઈન રજિસ્ટ્રેશન મુક્તિ આપવા જણાવેલું હતું. ત્યારે, રાજ્ય સરકાર ઓનલાઈન રજિસ્ટ્રેશનનો આગ્રહ રાખી રહી છે.
ધંધુકાના ધારાસભ્ય દ્વારા વેક્સિનેશનનો પ્રારંભ કરવા મુખ્યપ્રધાન પાસે માગ આ પણ વાંચો:અમદાવાદમાં વેક્સિન લેવા સવારથી જ લોકોની લાગી લાઈન
વેક્સિનનો બીજો ડોઝ લેવામાં સરકાર દ્વારા 84 દિવસ સમયગાળો
વર્તમાન સમયમાં અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં 80 ટકા લોકોએ વેક્સિનનો પ્રથમ ડોઝ લઈ લીધો છે. ત્યારે, વેક્સિનનો બીજો ડોઝ લેવામાં સરકાર દ્વારા 84 દિવસ સમયગાળો રાખવામાં આવ્યો છે. જો હવે 18થી 44 વર્ષની વયના માટે વેક્સિનેશનનો પ્રારંભ આ સપ્તાહમાં નહીં થાય તો આગામી સમયમાં દ્વિતીય વેક્સિન લેવા માટે બન્ને વયના લોકો ભેગા થઈ જશે અને આરોગ્ય વિભાગના કર્મચારીઓને પણ મુશ્કેલી વેઠવાનો વારો આવશે. હાલ, વેક્સિનની કામગીરી છુટી છવાઈ જોવા મળી રહી છે.
આ પણ વાંચો:જો સોશિયલ મીડિયા પર વેક્સિનેશન સર્ટિફિકેટ અપલોડ કર્યું તો…
ધારાસભ્ય ગોહિલના વેક્સિનેશન બાબતે સરકાર પર કટાક્ષ
ધારાસભ્ય રાજેશ ગોહિલના જણાવ્યું હતું કે, 18થી 44 વર્ષની વયના વ્યક્તિઓ માટે કોરોનાની પ્રથમ વેક્સિન આપવામાં અમદાવાદ શહેર સહિત જિલ્લામાં વિલંબ થઈ રહ્યો છે. કેન્દ્ર સરકારે ઓનલાઈન રજિસ્ટ્રેશન માટે મુક્તિ આપેલી છે. પરંતુ, રાજ્ય સરકાર ઓનલાઈન રજીસ્ટ્રેશનનો આગ્રહ રાખે છે. આ ઉપરાંત, ઓનલાઇન રજિસ્ટ્રેશનની પ્રક્રિયા આંટીઘૂટી વાળી હોવાથી રજીસ્ટ્રેશન પણ થતું નથી. સરકારે વેક્સિન અંતર્ગત પ્રથમ ડોઝ બાદ દ્વિતીય ડોઝ માટે અગાઉ 28 દિવસ, ત્યારબાદ 45 દિવસ અને હાલ 84 દિવસનો સમયગાળો નક્કી કરેલો છે. સરકારે અગાઉ અન્ય દેશોને વેક્સિન મોકલાવી આપેલી હોવાથી આજે આપણા દેશમાં વ્યક્તિને અછત સર્જાઈ છે. આથી, પૂરતો સ્ટોક હાજર ન હોવાથી સરકાર વેક્સિન લેવાનો સમય ગાળો વધારી રહી છે. જે ખરેખર યોગ્ય નથી.