ગુજરાત

gujarat

પ્રાથમિક શૈક્ષણિક મહાસંઘ દ્વારા ફરજ પર કોરોનાથી મૃત્યુ પામતા શિક્ષકો માટે 25 લાખ વળતર આપવાની માગ

By

Published : May 17, 2020, 2:11 PM IST

કોરોના મહામારી રાજ્યમાં વધી રહી છે, ત્યારે પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દ્વારા ફરજ પર કોરોનાથી મૃત્યુ પામતા શિક્ષકો માટે 25 લાખ વળતર આપવાની માંગ કરવામાં આવી છે.

Etv Bharat, Gujarati News, Covid 19
Covid 19

અમદાવાદઃ કોરોના વાઇરસની મહામારીમાં કોરોના વોરિયર્સ સતત આગળ પડતા લડી રહ્યા છે. તેમને સાથ આપવા માટે સમગ્ર ગુજરાતના શૈક્ષણિક મહાસંઘ દ્વારા સરકારને વિનંતી કરવામાં આવી હતી કે, જો સરકાર તેમને પણ દેશહિતનું કામ સોંપશે, તો તેઓ પણ તે કામ હોંશેહોંશે કરશે.

પ્રાથમિક શૈક્ષણિક મહાસંઘ દ્વારા ફરજ પર કોરોનાથી મૃત્યુ પામતા શિક્ષકો માટે 25 લાખ વળતર આપવાની માંગ

શૈક્ષણિક મહાસંઘની આ જાહેરાતથી સરકારે તેમને રાશન વિતરણ વ્યવસ્થાનું કામ સોંપ્યું હતું. પરંતુ યોગ્ય સાધનોના અભાવે કેટલાક શિક્ષકો કોરોના વાઇરસનો ભોગ બન્યા હતા. જેમાં અત્યાર સુધીમાં બે શિક્ષકોના મોત નિપજ્યા છે. ત્યારે હવે શૈક્ષણિક મહાસંઘે સરકાર સમક્ષ માંગ કરી છે કે, કોવિડ-19 સ્પેશિયલ કામગીરી દરમિયાન જે શિક્ષકો મૃત્યુ પામે તેમને સરકાર દ્વારા 25 લાખ રૂપિયાની સહાય ચુકવવામાં આવે.

પ્રાથમિક શૈક્ષણિક મહાસંઘ દ્વારા ફરજ પર કોરોનાથી મૃત્યુ પામતા શિક્ષકો માટે 25 લાખ વળતર આપવાની માંગ

આ સાથે-સાથે શિક્ષકોને હેન્ડ સેનિટાઇઝર, માસ્ક અને ગ્લોવ્ઝ જેવી જરૂરી ચીજવસ્તુઓ પૂરી પાડવામાં આવે. આ અંગે શૈક્ષિક મહાસંઘે ગુજરાત સરકારના પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણના સચિવને પત્ર લખીને પોતાની માંગો જણાવી છે.

ABOUT THE AUTHOR

...view details