દિલ્હી હાઈકોર્ટના સિંગલ જજ ચંદ્રશેખરે ઈડી દ્વારા કરવામાં આવેલી અરજી મુદે રોબર્ટ વાડ્રાના સહયોગી મનોજ અરોરા પાસેથી પણ ખુલાસો માંગ્યો છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ દ્વારા રોબર્ટ વાડ્રાના અગોતરા જામીન રદ કરવા દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટના વકીલ તુષાર મહેતાએ કોર્ટમાં દલીલ કરી હતી કે, આ કેસમાં તપાસની જરૂર હોવા છતાં વાડ્રા દ્વારા સહયોગ મળતો નથી જેથી તેમના આગોતરા જામીન રદ કરવામાં આવે. વાડ્રા પ્રભાવશાળી વ્યકિત હોવાથી પુરાવા, સાક્ષીઓ અને અન્ય વસ્તુઓ સાથે ચેડાની શક્યતાઓને પણ નકારી શકાય નહિ.
અગોતરા જામીન રદ કરતી ઈડીની અરજી મુદે દિલ્હી હાઈકોર્ટે રોબર્ટ વાડ્રાને પાઠવી નોટીસ
અમદાવાદઃ કરોડો રૂપિયાના મિલકતની ઉચાપત કેસમાં સંડોવાયેલા કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રાની આગોતરા જામીનની અરજી રદ કરવા બાબતે ED દ્વારા હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. આ અરજી પર સોમવારે દિલ્હી હાઈકોર્ટે રોબર્ટ વાડ્રા વિરુદ્ધ નોટી જાહેર કરી છે. આ કેસની વધુ સુનાવણી 17 જુલાઈના રોજ હાથ ધરવામાં આવશે.
રોબર્ટ વાડ્રા
ગત એપ્રિલ મહિનામાં CBI જજ અરવિંદ કુમારે રોબર્ટ વાડ્રા અને તેમના સહયોગી મનોજ અરોરાના આગોતરા જામીન મંજુર કર્યા હતા..જે ચુકાદાને ઈડી દ્વારા દિલ્હી હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, લંડનમાં 1.9 મિલિયન પાઉન્ડ રૂપિયાની મિલકત ખરીદવાના કેસમાં વાડ્રાએ કરોડો રૂપિયાની ઉપાચત કરી હોવાના આક્ષેપ સાથે ઈડી દ્વારા કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
Last Updated : May 27, 2019, 7:37 PM IST