નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Chief Minister Arvind Kejriwal) 3 અને 4 જુલાઈના રોજ અમદાવાદના પ્રવાસે આવશે. તેઓ 3 જુલાઈએ ગુજરાતના નવનિયુક્ત પદાધિકારીઓને શપથ લેવડાવશે. ત્યાર બાદ 4 જુલાઈએ તેઓ ટાઉન હોલની બેઠકમાં હાજરી આપશે. ટાઉનહોલ બેઠકમાં તેઓ વીજળી સહિતના તમામ પ્રશ્નો અંગે લોકોને સંબોધશે. જણાવી દઈએ કે, આમ આદમી પાર્ટી ગુજરાતની તમામ વિધાનસભા સીટો પર ચૂંટણી લડવા જઈ રહી છે.
CM અરવિંદ કેજરીવાલ 3 જુલાઈથી આવશે ગુજરાતના પ્રવાસે
ટ્વિટર પર સૌથી લોકપ્રિય મુખ્યમંત્રી કેજરીવાલ અને આમ આદમી પાર્ટીના કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Chief Minister Arvind Kejriwal) રવિવારે બે દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવશે. ગુજરાત પ્રવાસ પર CM કેજરીવાલ (Arvind Kejriwal Gujarat visit) પાર્ટી કાર્યકર્તાઓ સાથે અનેક મુદ્દાઓ પર બેઠક કરશે.
ગુજરાત મોડલને નિશાન બનાવે છે: આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને ગુજરાતના પ્રભારી ગુલાબ સિંહ AAPના (Aam Aadmi Party) રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના (Chief Minister Arvind Kejriwal) કાર્યક્રમને લઈને છેલ્લા ઘણા દિવસોથી ગુજરાતમાં છે. તેઓ રાષ્ટ્રીય કન્વીનરના કાર્યક્રમની તૈયારીમાં વ્યસ્ત છે. જણાવી દઈએ કે, આમ આદમી પાર્ટી દેશના વિવિધ ભાગોમાં સંગઠનનો વિસ્તાર કરી રહી છે. ગુજરાતમાં ડિસેમ્બર મહિનામાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટી રણનીતિ બનાવી રહી છે. આમ આદમી પાર્ટી સતત ભાજપના ગુજરાત મોડલને (BJP's Gujarat model) નિશાન બનાવી રહી છે. AAPના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ ગુજરાતમાં રોડ શો કરી ચુક્યા છે.
આ પણ વાંચો:તિસ્તા સેતલવાડ અને આર.બી.શ્રીકુમારના રિમાન્ડ થયા પૂર્ણ, ક્રાઇમ બ્રાન્ચે લિધો આ ફેસલો...
ભાજપ પર સાધ્યું હતું નિશાન: ભૂતકાળમાં ભાજપ ગુજરાત પ્રતિનિધિમંડળ (BJP Gujarat delegation) દિલ્હીની શાળા અને તેનો વિસ્તાર જોવા માટે આવ્યું હતું. ગુજરાતમાંથી આવેલ BJP પ્રતિનિધિમંડળ સતત બે દિવસ સુધી દિલ્હીના વિવિધ વિસ્તારોમાં મોહલ્લા, ક્લિનિક્સ અને શાળાઓની મુલાકાત લેતું રહ્યું. બીજી તરફ દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા સહિત દિલ્હી અને ગુજરાતના આમ આદમી પાર્ટીના તમામ નેતાઓએ સોશિયલ મીડિયા (Social media) પર ગુજરાતની સરકારી શાળાની દુર્દશાની તસવીર અપલોડ કરીને ભાજપ પર નિશાન સાધ્યું હતું.