અમદાવાદ: કેન્દ્ર સરકાર તરફથી દિલ્હી એઇમ્સ હોસ્પિટલની 3 ડૉક્ટરની ટીમ અમદાવાદ આવી પહોંચી છે. તેમણે અમદાવાદ સિવિલ હોસ્પિટલની મુલાકાત લઇને પરિસ્થિતિનું નિરક્ષણ કર્યું હતું.
દિલ્હી એઇમ્સની ટીમે અમદાવાદ સિવિલ હોસ્પિટલની લીધી મુલાકાત - latest corona cases in ahmedabad
અમદાવાદ શહેરમાં કોરોનાના સતત વધતા જતા કેસ ચિંંતાનો વિષય બન્યો છે. કોરોનાને અટકાવવા તંત્ર દ્વારા શહેરમાં બંધનું પણ એલાન આપવામાં આવ્યુ છે તેમ છતા પરિસ્થિતિ કાબૂ બહાર જતી દેખાઇ રહી છે. ત્યારે આ સમસ્યા પર નિયંત્રણ કઇ રીતે મેળવી શકાય તે માટે રાજ્ય સરકાર દ્વારા થયેલી રજૂઆતને પગલે દિલ્હી એઇમ્સની ટીમે અમદાવાદ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી.
દિલ્હી એઇમ્સની ટીમે અમદાવાદ સિવિલ હોસ્પિટલની લીધી મુલાકાત
આ બેઠક બાદ તમામ ડોકટરની ટીમ 1200 બેડની કોવિડ-19 હોસ્પિટલની મુલાકાતે પહોંચશે ત્યાં તમામ દર્દીઓનુ તથા હોસ્પિટલનું નિરીક્ષણ કરવામાં આવશે.